બ્રોડબેન્ડ હાઇ-સ્પીડ નેટવર્ક કનેક્શનનો ઉલ્લેખ કરે છે. પરંપરાગત ઇન્ટરનેટ સેવાઓને "ડાયલ-ઓન-ડિમાન્ડ" મોડમાં ઍક્સેસ કરવામાં આવે છે, જ્યારે બ્રોડબેન્ડ ઇન્ટરનેટ એ "હંમેશાં ચાલુ” મોડમાં હોય છે.તેથી સુરક્ષાઓને લગતું જોખમ ખૂબ ઊંચું હોયછે. આપણી જાણકારી સિવાય, કમ્પ્યુટરને સંક્રમિત કરી શકાય છે અને બ્રોડબેન્ડ ઈન્ટરનેટનો વ્યાપક ઉપયોગ થતો હોવાથી તેને અન્ય કમ્પ્યુટર્સ પર વિક્ષેપિત પ્રવૃત્તિઓ હાથ ધરવા માટે લૉંચિંગ પેડ તરીકે પણ ઉપયોગ કરી શકાય છે, દરેક નાગરિકે સલામત ઉપયોગ માટે તેને સુરક્ષિત રીતે કોન્ફિગર કરવું ખૂબ મહત્વપૂર્ણ છે.
બ્રોડબેન્ડ સુરક્ષા સામેના જોખમો :
બ્રોડબેન્ડ ઇન્ટરનેટ કનેક્શન "હંમેશાં ચાલુ" હોવાથી, તે ઇરાદાપૂર્વક દુરુપયોગ તરફ દોરી જાય છે.
- ટ્રોજન અને બેકડોર્સ
- સેવાનો ઇનકાર
- બીજા હુમલા માટે મધ્યસ્થી
- છુપાયેલા ફાઇલ એક્સ્ટેન્શન્સ
- ચેટ ક્લાઈન્ટો
- પેકેટ સ્નિફિંગ
મૂળભૂત રૂપરેખાંકનો અત્યંત નબળા હોય છે.
બ્રોડબેન્ડ ઇન્ટરનેટ ઍક્સેસ માટે માર્ગદર્શિકા ઍક્સેસ:
- મેન્યુફેકચરર દ્વારા ભલામણ કરાયેલ કાયદેસરની વેબસાઇટ્સમાંથી બ્રોડબેન્ડ ડ્રાઇવરો ડાઉનલોડ કરો.
- ફર્મવેર (ડ્રાઇવર કોડ) નિયમિતપણે અપડેટ / અપગ્રેડ કરો.
- હંમેશાં મોડેમ સાથે ઉત્પાદક દ્વારા પૂરા પાડવામાં આવેલ પાવર એડેપ્ટરનો ઉપયોગ કરો.
- ટર્મિનલ એડેપ્ટર મોડેમના કિસ્સામાં ખાતરી કરો કે બ્રોડબેન્ડ લાઇન્સ માટે ફિલ્ટર સક્ષમ કરવામાં આવેલ છે. પ્રસારણ દરમિયાન પેદા થયેલ બિનજરૂરી અવાજને ફિલ્ટર કરવા.
- ડિફૉલ્ટ એડમિનિસ્ટ્રેટર (પાસવર્ડ્સ અને વપરાશકર્તા નામો) ને બદલો: ઉપકરણોમાં અધિકૃત ઍક્સેસને મંજૂરી આપવા માટે, ડિફોલ્ટ એડમિનિસ્ટ્રેટર અથવા બ્રોડબેન્ડ રાઉટર મોડેમના એડમિન પાસવર્ડને બદલો, કારણ કે આ વિગતો ઉત્પાદક દ્વારા આપવામાં આવે છે જે તમામ મોડેમ્સ માટે સમાન હોય છે. અને કોઈની મારફત પણ દુરુપયોગ કરી શકાય છે.
- ઉપકરણોને સ્થાયી IP Address આપી રાખો. મોટા ભાગના ઘર વપરાશકારોને ડાયનેમિક આઇપી એડ્રેસ ફાળવવામાં આવે છે, કેમ કે DHCP તકનીક સેટઅપ કરવાનું સરળ છે. આ હુમલાખોરોને પણ મદદ કરી શકે છે જે સરળતાથી DHCP પૂલમાંથી માન્ય સરનામું મેળવી શકે છે. તેથી રાઉટર અથવા એક્સેસ પોઇન્ટમાં DHCP વિકલ્પ બંધ કરો અને નિયત આઇપી એડ્રેસ રેંજનો ઉપયોગ કરો.
- MAC Addressનું ફિલ્ટરિંગ સક્ષમ કરો:દરેક ઉપકરણ એક અનન્ય MAC Address સાથે પૂરૂ પાડવામાં આવે છે. બ્રોડબેન્ડ એક્સેસ પોઇન્ટ્સ અને રાઉટર અને વપરાશ માટે ઘરનાં સાધનોના MAC Addressને જોડવા માટે એક વિકલ્પ પ્રદાન કરે છે. આ ફક્ત તે ઉપકરણોથી જ જોડાણોને મંજૂરી આપવા માટે સુવિધા આપે છે.
- વાયરલેસ સિક્યુરિટીને સક્ષમ કરો:મોડેમ રાઉટર્સ વાયરલેસ સુરક્ષાને સમર્થન આપે છે. વપરાશકર્તા કોઈપણ પ્રોટોકોલ અને સુરક્ષા કી પસંદ કરી શકે છે. કમ્પ્યુટરમાં સમાન વાયરલેસ સુરક્ષા પ્રોટોકોલ અને સુરક્ષા કી ને સક્ષમ કરવી આવશ્યક છે.
- ચાલુ (સુસંગત) WPA / WEP એન્ક્રિપ્શન ચાલુ કરો:બધા વાઇ-ફાઇ સક્ષમ મોડમ્સ/રાઉટર કેટલાક પ્રકારના એન્ક્રિપ્શન તકનીકને સમર્થન આપતા હોય છે, જેને સક્ષમ કરવું જોઈએ.
- મૂળભૂત SSID બદલો(service Set Identifier):બધા એક્સેસ પોઇન્ટ્સ અને રાઉટર SSID નામના નેટવર્કનો ઉપયોગ કરે છે. ઉત્પાદક સામાન્ય રીતે તેમના ઉત્પાદનોને તે જ SSID સેટ સાથે મોકલી આપે છે. હુમલાખોર દ્વારા નેટ વર્ક/કમ્પ્યુટરમાં ભંગ કરવા માટે તેનો દુરુપયોગ થઈ શકે છે, તેથી વાયરલેસ સુરક્ષાને ગોઠવતી વખતે ડિફૉલ્ટ SSID બદલવું આવશ્યક છે.
- બ્રોડબેન્ડ ઇન્ટરનેટ સુરક્ષા ધમકીઓથી કમ્પ્યુટર/લેપટોપને સુરક્ષિત કરવા માટે અસરકારક અંત બિંદુ(End Point) સુરક્ષા ઉકેલ (એન્ટિ વાયરસ, એન્ટિ સ્પાયવેર, ડેસ્કટૉપ ફાયરવૉલ વગેરે સહિત) નો ઉપયોગ કરો.
- મોડેમ, રાઉટર તેમજ કમ્પ્યુટર પર ફાયરવૉલને સક્ષમ કરો:બ્રોડબેન્ડ મોડેમ રાઉટર્સમાં બિલ્ટ-ઇન ફાયરવૉલ સુવિધા સામેલ હોય છે, પરંતુ આ વિકલ્પને સક્ષમ કરવાની જરૂર હોય છે. બ્રોડબેન્ડ મોડેમથી કનેક્ટ થયેલ કમ્પ્યુટરને ડેસ્કટૉપ ફાયરવૉલથી સુરક્ષિત કરવાની જરૂર છે.
- બિન વપરાશના વિસ્તૃત સમયગાળા દરમિયાન મોડેમ્સ બંધ કરો:નેટવર્કને બંધ કરવાથી એ અનધિકૃત લોકોને નેટવર્કમાં દાખલ થતાં ચોક્કસપણે અટકાવશે. ઉપકરણોને વારંવાર ચાલુ અને બંધ કરવું ખૂબ મુશ્કેલ છે માટે મુસાફરી દરમિયાન અથવા ઑફલાઇનના વિસ્તૃત સમયગાળા દરમિયાન બંધ કરી શકાય.
- યુ.એસ.બી. બ્રોડબેન્ડ મોડેમના કિસ્સામાં, વપરાશ પછી ઉપકરણને ડિસ્કનેક્ટ અને દૂર કરો.
- બ્રોડબેન્ડ ઇન્ટરનેટ બેન્ડવિડ્થ વપરાશ મોનિટરિંગ સાધન ઇન્સ્ટોલ કરો.
- દૂરથી વહીવટ માટે SSH (સુરક્ષિત ચેનલ) સક્ષમ કરો.