વેબ બ્રાઉઝરનો ઉપયોગ માહિતી મેળવવા તથા સંસાધનોની માહિતી મેળવવા માટે વિશ્વવ્યાપી વેબ ઉપર કરવામાં આવે છે. આ એક સોફ્ટવેર એપ્લિકેશન છે જે વેબ પેજિસને દર્શાવવા અને શોધવા માટે કરવામાં આવે છે. આ તમારી ઓન લાઇન ગુપ્તતા અને તમારી અંગત માહિતીઓ ઉપર નિયંત્રણ રાખવા માટેનું પહેલું પગલું છે. વેબ બ્રાઉઝરનો ઉપયોગ કમ્પ્યુટર અને લેપ-ટોપ ઉપર જ નહીં પરંતુ મોબાઇલ દ્વારા પણ માહિતી મેળવવા માટે કરવામાં આવે છે. હંમેશા અપડટેડ બ્રાઉઝરનો ઉપયોગ કરવાનો આગ્રહ રાખો. હાલમાં ઇન્ટરનેટ એક્સપ્લોરર, મોઝિલા ફાયરફોક્સ, ગૂગલ ક્રોમ અને એપલ સફારી જેવા વેબ બ્રાઉઝર લગભગ દરેક કમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ કરવામાં આવેલ હોય છે. અને ઓન-લાઇન ગુન્હેગારો જેઓ વેબ બ્રાઉઝર અને તેની નબળાઈઓનો ફાયદો ઉઠાવવા માટે કોશિશ કરતાં હોય છે તેમના મારફત આપવામાં આવતી ધમકીઓ પણ વધતી જતી હોવાનું આસાનીથી જોઈ શકાય છે. મહિલાઓ કે જે તકનીકી રીતે જોખમોથી અજાણ હોય છે તેઓ બેદરકારીપૂર્વક બ્રાઉઝરનો ઉપયોગ કરે છે અને આખરે સાઇબર ક્રાઇમનો ભોગ બને છે. ચાલો આપણે બ્રાઉઝર સિક્યોરિટી માટેના તથ્યોને જાની લઈએ.

તમારા વેબ બ્રાઉઝરને સુરક્ષિત રાખવાની જરૂર કેમ છે?

બ્રાઉઝરને સુરક્ષિત કરવું તે સુરક્ષિત ઓનલાઇન સ્થાપિત કરવા માટેનું પ્રથમ પગથિયું છે. હાનિકારક વેબસાઇટના ઉપયોગથી વેબ બ્રાઉઝરની નબળાઈઓનો ફાયદો ઉઠાવવાના જોખમોમાં વધારો જોવા મળે છે. આ સમસ્યા નીચે જણાવ્યા મુજબના મુદ્દાઓ સહિત બીજા ઘણા મુદ્દાઓના કારણે વકરતી જાય છે.

  •  કમ્પ્યુટરનો ઉપયોગ કરનારી ઘણી મહિલાઓ વેબ લિન્ક ઉપર ક્લિક કરવાના જોખમોથી અજાણ હોય છે.
  •  ઇન્સ્ટોલ કરવામાં આવેલ સોફ્ટવેર અને થર્ડ પાર્ટી સોફ્ટવેર નબળાઈઓને વધારે છે.
  •  ઘણી વેબસાઇટ ઉપયોગકર્તાને ફીચર્સ એનેબલ કરવાનું અથવા તો વધારાનાં સોફ્ટવેર, થર્ડ પાર્ટી સોફ્ટવેર કે જે સિક્યોરિટી અપડેટ વગર કમ્પ્યુટરને જોખમી પરિસ્થિતિમાં મૂકી ડે છે તેને ઇન્સ્ટોલ કરવાની વિનંતી કરે છે.
  •  મોટાભાગના ઉપયોગકર્તાને વેબ બ્રાઉઝરને સુરક્ષિત રીતે કોન્ફિગર કરવાનું આવડતું હોતું નથી.

વેબ બ્રાઉઝરના જોખમો

બ્રાઉઝરને મૂળભૂત રીતે કેટલીક લાક્ષણિક્તાઓ મારફત ઓનલાઇન સત્ર માટે તૈયાર કરવામાં આવેલ હોય છે પરંતુ આ વિકલ્પોના કારણે આપણી ઓપરેટિંગ સિસ્ટમ અને સંગ્રહ કરેલ માહિતી સામે મોટું જોખમ ઊભું થાય છે. ઓનલાઇન ગુન્હેગારો આપણાં બ્રાઉઝર અને વધારાના ફીચર્સની નબળાઈઓનો લાભ ઉઠાવી ઓપરેટિંગ સિસ્ટમ ઉપર નિયંત્રણ કરવું, ખાનગી માહિતીઓને પરત મેળવવી, અગત્યની પ્રોગ્રામ ફાઇલને નુકસાન પહોંચાડવું અથવા તો

બ્રાઉઝર કૂકીઝ

કૂકી એ બ્રાઉઝર મારફત મુલાકાત લેવામાં આવેલ વેબસાઇટ મારફત બ્રાઉઝરને મોકલવામાં આવેલ નાનકડો શબ્દસમૂહ છે. બ્રાઉઝર આનો સંગ્રહ કરીને તેનો ઉપયોગ વેબસાઇટની લાક્ષણિકતાઓ સુધી પહોંચવામાં અને એક જ વેબસાઇટની જ્યારે ફરીથી મુલાકાત લેવામાં આવે ત્યારે આસાનીથી પહોંચવા માટે કરે છે. જો વેબસાઇટ કૂકીઝનો ઉપયોગ અધિકૃતતા માટે કરતી હોય તો હુમલાખોરો સદર કૂકીઝ મારફત આસાનીથી બિનધિકૃત રીતે વેબસાઇટ સુધી પહોંચી શકે છે.

શોધખોળ માટેની ભલામણોનો સંગ્રહ કરતી કૂકીઝ.

શાંતિએ ફિલ્મની વેબસાઇટની મુલાકાત લીધી અને પોતાને હાસ્ય ફિલ્મમાં રસ છે તે દર્શાવ્યુ. વેબસાઇટ મારફત મોકલવામાં આવેલ કૂકીઝે તેની પસંદગી યાદ રાખી અને જ્યારે તેણીએ ફરીથી તે વેબસાઇટની મુલાકાત લીધી ત્યારે વેબસાઇટ ઉપર તેની પસંદગીની હાસ્ય ફિલ્મ દર્શાવવામાં આવેલ હતી.

લૉગ-ઇનની માહિતી યાદ રાખતી કૂકીઝ.

  • જ્યારે પણ ઉપયોગકર્તા વેબસાઇટ ઉપર લૉગ-ઇન કરે છે ત્યારે તેનું યુઝરનેમ અને પાસવર્ડ લૉગ-ઇન પેજમાં દાખલ કરે છે અને જો તે અધિકૃત હોય તો એક કૂકી ઉત્ત્પન થાય છે જે વેબસાઇટને જણાવે છે કે વેબસાઇટ ઉપર શોધખોળ કરનાર ઉપયોગકર્તા લૉગ-ઇન થયેલ છે. આનાથી ફક્ત લૉગ-ઇન કરનાર ઉપયોગકર્તાને મળતા તમામ કાર્યલાભ તેમણે મળી શકે છે જે કદાચ કૂકીઝનો મહત્વનો ઉપયોગ છે.
  • Pop ups

Popups (પોપ અપ્સ) એ એક નાનકડી બારી સમાન છે જે આપોઆપ તમારા બ્રાઉઝરમાં ખૂલી જાય છે. સામાન્ય રીતે તે જાહેરાતો દર્શાવે છે જે કોઈ કંપનીની વ્યાજબી હોઈ શકે પરંતુ કોઈ કૌભાંડકારક અથવા તો જોખમી સોફ્ટવેર પણ હોઈ શકે. Pop ups ક્યારેક તમને પોપ ઉપ વિન્ડો ઉપર ક્લિક કરવા માટે ગેરમાર્ગે દોરી શકે. ક્યારેક જાહેરાતકર્તાઓ પોપ અપ વિન્ડોને ક્લોઝ અથવા તો કેન્સલ જેવી દેખાય તે રીતે મૂકે છે જેથી ઉપયોગકર્તા જ્યારે પણ આ બટનનો ઉપયોગ કરે ત્યારે અણધારી રીતે બીજા પોપ અપ્સની વિન્ડો ખૂલી જાય છે અને તમારી સિસ્ટમ સિસ્ટમ ઉપર અનાધિકૃત હુકમો કરે છે.

જાણબહાર તમારી પાસેથી ખર્ચ વસૂલ લેવામાં આવે છે. 

  • સીતા XYZ@music.com ઉપર ઓન લાઇન મ્યુઝીક સાંભળી રહી હતી. આશરે બે કલાક પછી તેના ધ્યાનમાં એક પોપ અપ આવ્યું જે નવા ગીતોને એક જ ક્લિકમાં ડાઉનલોડ કરવા જણાવતું હતું. તેણીએ માય બ્રાઉઝર ડાઉનલોડ વિભાગમાં આપેલ ફોર્મ ભર્યું.એક માસ બાદ તેના ક્રેડિટ કાર્ડની વિગતોમાં અનાધિકૃત રકમ વસૂલવામાં આવી હોવાનું જણાયેલ હતું. તેણીને આઘાતજનક આશ્ચર્યનો ઝાટકો લાગ્યો, તેણીએ વારંવાર ડાઉનલોડ કરેલ વેબસાઇટને કોલ કર્યા પણ તેનો કોઈ મતલબ ન રહ્યો.
  • સ્ક્રીપ્ટ્સ:

સ્ક્રીપ્ટ્સનો ઉપયોગ વેબસાઇટને વધુ પ્રતિભાવ આપતી બનાવવા માટે કરવામાં આવે છે. બહુધા આને વેબ બ્રાઉઝરના એક ભાગ તરીકે ઉપયોગમાં લેવાય છે જેનાથી ક્લાઈંટ સાઇડ-સ્ક્રીપ્ટને ઉપયોગકર્તા સાથે અરસપરસ સંપર્કમાં લાવી શકાય, બ્રાઉઝર ઉપર નિયંત્રણ રાખી શકાય, સમય ઉપર બિનઆધારિત સંચાર કરી શકાય અને દર્શાવવામાં આવેલ વિગતોમાં ફેરફાર કરી શકાય. આ જ સ્ક્રિપ્ટને હાનિકારક કોડના સમાવેશ માટે પણ ઉપયોગ કરી શકાય કે જે સિસ્ટમ ફાઇલ સુધી પહોંચીને વેબ બ્રાઉઝરને નિયંત્રણ હેઠળ લઈ શકે. બ્રાઉઝરની નબળાઈઓને જાણી લઈ આનાથી સિસ્ટમને નુકસાન થઈ શકે છે.

  • પ્લગ-ઇન્સ

પ્લગ-ઇન્સ એ એક મૂળભૂત રીતે વેબ બ્રાઉઝરની સાથે ઉપયોગ માટે આપવામાં આવેલ એપ્લિકેશન છે. અને Netscape વેબ બ્રાઉઝરે NPAPIના પ્લગ-ઇન્સના ધોરણ મુજબ તેને બનાવેલ હતી. ત્યારબાદ આ ધોરણો ઘણી વેબ બ્રાઉઝર મારફત ઉપયોગમાં લેવામાં આવેલ છે. પ્લગ-ઇન્સ એક્ટિવ X કંટ્રોલ સમાન છે પણ તેને વેબ બ્રાઉઝરની બહાર ઉપયોગમાં લઈ શકાતી નથી. Adobe Flash એ વેબ બ્રાઉઝરની અંદર ઉપલબ્ધ એપ્લિકેશનનું ઉદાહરણ છે.  

બિનજરૂરી પ્લગ-ઇન્સને ડાઉનલોડ કરવાથી દૂર રહો.

  • દા.ત. ઉપયોગકર્તા Adobe Flash Player જેવા પ્લગ-ઇન્સને વેબ પેજ ઉપરના વિડિયો કે ગેમ માટે ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ કરે છે. પણ પ્લગ-ઇન કી લોગર સાથે ઇન્સ્ટોલ થઈ જાય છે જે બ્રાઉઝરમાં ટાઇપ કરતા ઉપયોગકર્તાના બધા જ કી સ્ટ્રોકને કબજે કરી તેને હુમલાખોરો સુધી મોકલી આપે છે.

બ્રાઉઝરની અંદરનું પ્રાઇવસી સેટિંગ

લગભગ દરેક બ્રાઉઝર પાસે ઉપયોગકર્તા માટેનું ઇન બ્રાઉઝર પ્રાઇવસી સેટિંગ હોય છે. આ વિકલ્પમાં પ્રાઇવેટ બ્રાઉઝિંગ, કરેલ કાર્યવાહી ઉપર નિયંત્રણ, કૂકીઝને રદ કરવાઅને અન્ય સગવડો હોય છે. જો કે જ્યારે કોઈ આક્રમક વ્યક્તિ સ્પાઇવેર સોફ્ટવેરનો ઉપયોગ કરી રહ્યો હોય ત્યારે બ્રાઉઝર પ્રાઇવસીનો વિકલ્પ રિમોટ સ્પાયિંગ અથવા તો દેખરેખથી સુરક્ષા આપી શકતો નથી.

 

 

Page Rating (Votes : 0)
Your rating: