જો હા તો, ઈન્ટરનેટ સ્વયં એક મુખ્ય મંચ છે અને સદીની સૌથી મોટી ટેક્નોલોજી છે વળી, આપણા રોજબરોજના જીવન સાથે જોડાયેલ છે. જે આપણને શીખવા, પ્રત્યાયન કરવામાં મદદરૂપ છે તથા વધુ સારી તકો આપે છે. આ જ્ઞાન મેળવવો અમુલ્ય સ્ત્રોત છે જે આપણી સર્જનાત્મકતા અને કલ્પનાશક્તિ ખીલવવામાં મદદ કરે છે.
તમે નિયમોને અનુસરો છો?
ઈન્ટરનેટ ઉપયોગ કરતી વખતે તમારી નૈતિકતાને સૂચિત કરે છે. તમે હંમેશા વાકેફ અને પ્રમાણિક હોવા જોઈએ. ઈન્ટરનેટ પરના અન્યના અધિકારો અને મિલકતનો આદર કરો
પગલું ૧: શું તમે તમારા પરિવાર સાથે ઈન્ટરનેટ એસેસ શેર કરો છો?
જ્યારે કુટુંબમાં ઈન્ટરનેટ એસેસ શેર કરો છો ત્યારે પહેલું પગલું સલામત ઈન્ટરનેટ ઉપયોગ છે. આપણા વડીલો હંમેશા આપણને પ્રેમ કરે છે અને આપની સલામતીનું ધ્યાન રાખે છે જેથી આપણા ખરાબ સમય દરમિયાન તેઓ આપની સાથે ઊભા હોય છે. માટે આપણે જે પણ ઈન્ટરનેટના ઉપયોગ દરમિયાન અનુભવીએ છીએ તે દરેક વસ્તુઓ તેમની સાથે વહેંચીએ.
પગલું 2: તમે પારિવારિક કમ્પ્યુટર વાપરો છો?
જો હા, તો કમ્પ્યુટરના ઉપયોગ માટેની માર્ગદર્શિકા અને નિયમોને અનુસરવા જોઈએ. આપણા કુટુંબના દરેક સભ્યો જુદા જુદા કામ જેવા કે બેન્કિંગ, ખરીદી વગરે માટે ઈન્ટરનેટનો ઉપયોગ કરે છે અને ઘણી અગત્યની માહિતીની ઓનલાઈન મિત્રો સાથે, જુદા જુદા ધ્યેય માટે આપ-લે કરે છે જે ભવિષ્યમાં મોટું આર્થિક નુકસાન વહોરે છે. તો પારિવારિક કમ્યુટર વાપરતા પહેલાં નિયમોને અનુસરો.
મોટા ભાગની ઓનલાઈન ગેમ્સ અને વિડીયો રમવા માટે કે જોવા માટે ક્રેડિક કાર્ડની માહિતી માંગે છે અને ઘણીવાર ઘરના સભ્યો પારિવારિક કમ્યુટરમાં એ માહિતી લખીને ભૂલી જાય છે. તેમની પરવાનગી વગર તે માહિતીનો ઉપયોગ ટાળો.
પગલું ૩: તમને વિડીયો જોવા ગમે છે?
ઈન્ટરનેટ દ્વારા વિડીયો જોવા કાયમ આનંદ અને મજા આપે છે. પરંતુ તે જ સમયે દુર્ભાવનાપૂર્ણ જોખમી લીંક જે તમને અનુચિત અથવા ગેરકાયદેસર સામગ્રી લઈ શકે છે. જો તમે કોઈ આવી પ્રવૃત્તિ મળે તો તમારા પરિવારને જાણ કરો.
પરિવારના સભ્યોને જણાવો કે ઓનલાઈન મળનાર વ્યક્તિ અજાણ્યા છે
પગલું 4: તમે કોઈ જાણીતા વ્યક્તિ વિશેષને અનુસરો છો?
અન્ય બાળકોની જેમ જ આપણે પણ આપણા પ્રિય વ્યક્તિવિશેષ સાથે ઓનલાઈન વાતચીત કરીએ છીએ. અહિયાં ઘણી બધી હસ્તીઓની સાઈટ છે જે તેમના પોતાના દ્વારા કે અન્ય મનોરંજન ચેનલો દ્વારા પ્રસિદ્ધ થાય છે.
આપણે વધારે ધ્યાન રાખવાની જરૂર છે કે તે સાઈટ હસ્તીઓ દ્વારા સંચાલિત થાય છે કે અન્ય લોકો દ્વારા. તે કહેવું સહેલું નથી કે પરિણામો સામાન્યરીતે નીચે આવે છે
પગલું ૫: શું તમે માનો છો કે ઈન્ટરનેટમાં આવતું બધું જ સત્ય હોય છે?
ઈન્ટરનેટ પર બધું જ મળી રહે છે, એવું વિદ્યાર્થીઓ વિચારે છે અને આ વાત સાચી પણ છેઘણા બધા લોકો કોઈ પણ માર્ગદર્શન કે નિયંત્રણ વગર લખી શકાતા હોય છે.
જેનો સંચય ઈન્ટરનેટ દ્વારા પસરે છે. ઈન્ટરનેટમાં પાર વગરની મૂલ્યાંકન જાણકારી મળી રહે છે, પણ એ આસાનીથી મળી રહેતી નથી. થોડી ખર્ચાળ છે અને એનો વ્યાપ પણ મર્યાદિત છે. જુઠ્ઠાણું અથવા તો અધકચરી માહિતી પાકડી પાડવામાં ઈન્ટરનેટની ભૂમિકા મહત્વની છે. નેટ પર મળતી જાણકારી ખૂબ મૂલ્યવાન છે એ ખરું પણ, ક્યારેક આવી વિગતો પૂરી પાડવામાં પોતાના વિચારો કે પોતાની વસ્તુઓનું વેચાણ વધારવા માટેની વ્યાવસાયિક ભાવના એમાં ભેળવી દેવાતી હોય છર. આ માટે આપણે થોડા સજાગ બનવું પડે છે, અને કોઈ સમાચાર કે ઘટનાની સચ્ચાઈ તપાસવા અન્ય સ્ત્રોતની સહાય લેવી પડે છે.
પગલું ૬ તમને ‘ગેઈમ્સ’ રમવી ગમે છે?
હતો વળી. બાળકોને તો ગેઈમ્સ રમવામાં અનેરો આનંદ આવે છે.આપણે ઘણીયે વાર ઓનલાઈન ગેઈમ્સ રમીએ છીએ અને નેટથી જોડાયેલા બીજા કોઈ અજાણ્યા મીટર સાથે હરીફાઈ કરવા માંડીએ છીએ. આ રીતે ગેઈમ્સ રમવાથી આપણું મિત્રવર્તુળ મોટું ને મોટું બનતું જાય છે. ગેઇમ્સની કેટલીક એવી વેબ્સિત હોય છે, જેમાં આપણા ક્રેડિકકાર્ડની વિગતો આપવાની હોય છે, હકીકતમાં આ ગેઈમ્સ પણ વિનામૂલ્યે મળે છે. મોટાભાગના બાળકો તો ઈન્ટરનેટ પર મફત મળતી ગેઈમ્સ જ રમતા હોય છે
આપણે આ સમજવું જોઈએ કે કુટુંબના કોઈ સભ્યના ક્રેડીટ કાર્ડની વિગતો નેટ પર આપી દેવામાં મોટું જોખમ છે, અને એ રીતે પૈસા કપાઈ જાય છે, એ પણ કુટુંબને થતું આર્થિક નુકસાન જ છે. ગેઇમ્સની કોઈ વેબ સાઈટને ક્રેડીટકાર્ડની વિગતો આપી દઈએ તો જાહેર થઇ ગયેલી ગુપ્ત માહિતી બીજાંઓ દ્વારા મોટું આર્થિક નુકસાન કરાવી શકે છે.
પગલું 7- તમને સમાજિક બનવું ગમશે?
હા. બાળકો સમાજનું જ અંગ છે. તેઓ હંમેશા પોતાના મિત્રવર્તુળથી ઘેરાયેલા રહે છે, અને હંમેશ નવા નવા મિત્રો બનાવતા રહે છે. એ રીતે નવા નવા મિત્રો બનાવવામાં ઈન્ટરનેટ બહુ ઉપયોગી બને છે.
અહીં, આપણે એ સમજવું જોઈએ કે હેકર્સ બાળકોને પોતાના ઇશાન બનાવે છે. કેટલાંક શરારતી બાળકો અથવા હેકર્સ જાતજાતના લલચાવનારા સંદેશ તમારો પાસવર્ડ જાણી લઈને તમને મોકલી આપે છે અને આવી લીંક દ્વારા ખતરનાક સાઈટસ જોવા માટે આગ્રહ કરે છે.
તમારે તમારો પાસવર્ડ કોઈનેય ન કહેવો જોઈએ. શાળાનું, લાઈબેરીનું કે જાહેર સ્થળે-જ્યાં કમ્યુટર તમારા સિવાય બીજા ઘણાં દ્વારા ઉપયોગ થતો હોય, ત્યા તમારે તમારો પાસવર્ડને ગુપ્ત રાખવા સાવધ રહેવું જોઈએ.
પગલું-8 તમે તમારી અંગત માહિતી ખુલ્લી રાખો છો?
હેકર્સ અથવા સાયબર હુમલો કરનાર તમારા માટે તમારી અંગ માહિતી ખૂબ મહત્વની છે. આવા લોકો તમારું નામ, સરનામું, શાળાનું નામ, ક્યા ધોરણમાં અભ્યાસ કરો છો- એ બધું જાની ળે છે. આ જાણકારીને આધારે એ લોકો તમારા પરિવારના સભ્યોના નામ અને પરિવાર દ્વારા ઉપયોગમાં લેવાતા પાસવર્ડ ચીશે અંદાજ લગાવી શકે છે. તમારી સાથે ઓનલાઈન મિત્રતા કરીને પછી ધીમે ધીમે તમારા કુટુંબીજનોના નામ, એમના ક્રેડીટની વિગતો વગેરે અંગત માહિતી એકત્ર કરી ળે છે. આવી આફત ન આવી પડે એ માટે તમારે તમારી અંગત માહિતી કોઈને પણ- જાણ્યા કે અજાણ્યા દોસ્તોને કોઇપણ સંજોગોમાં ન આપવી જોઈએ.