ટેક્નોલૉજી અને ઇન્ટરનેટ હાલમાં આપણી જિંદગીમાં મુખ્ય ભૂમિકા ભજવતા હોવાથી સ્ત્રીઓનું સાયબર સ્પેસમાં ભોગ બનવાનું જોખમ વધુ રહેલ છે. જ્યારે કોઈ મહિલાને ઇન્ટરનેટ, ઇન્ટરેક્ટિવ ડિજિટલ ટેક્નોલોજીઓ અથવા મોબાઇલ ફોન્સનો ઉપયોગ કરીને અન્ય વ્યક્તિ દ્વારા ધમકી આપવામાં આવે છે, પજવણી કરવામાં આવે છે, અપમાનિત કરવામાં આવે છે, શરમજનક પરિસ્થિતીમાં મૂકવામાં આવે અથવા અન્યથા લક્ષ્યાંકિત કરવામાં આવે તે "સાયબર ધમકી" તરીકે ઓળખાય છે. સોશિયલ મીડિયા પ્રોફાઇલ્સ, લોકો જે ઇચ્છે તેના ચિત્રો પોસ્ટ કરવાની સ્વતંત્રતા આપે છે. તેઓ પોતાના ફોટા પોસ્ટ કરી શકે છે, તેમની રુચિઓ વિશેની માહિતી અથવા તેમના સ્થળને લગતા અપડેટ્સ જે સાયબર બદમાશોને કોઈ વ્યક્તિના જીવનના ચોક્કસ પાસાઓને નિર્દેશિત કરવાની તક આપીને મજા માણવાનો મોકો પૂરો પાડે છે.

આ પ્રકારની સાયબર ધમકીઓ ખતરનાક બની શકે છે તેનું કારણ એ છે કે તે આ બદમાશોને વિવિધ પ્રકારની તકનીકનો ઉપયોગ કરીને દિવસના કોઈપણ સમયે તે ઈચ્છે તે વ્યક્તિને જાહેરમાં શરમજનક પરિસ્થિતિમાં મૂકવાની ક્ષમતા ધરાવે છે. આ પ્રકારની બદમાશી ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ્સ, વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ, ઇન્ટરેક્ટિવ ગેમિંગ વેબસાઇટ્સ અને ઇ-મેઇલ જેવી ઘણી રીતે થઈ શકે છે.

સાઇબર બદમાશીના પ્રકારો

અન્ય લોકોને ખાનગી આઇએમ કમ્યુનિકેશન ફોરવર્ડ કરવી.

એક મહિલા એક સ્ક્રીન (બનાવટી) નામ બનાવી શકે જે અન્ય મહિલાના નામની સમાન હોય. નામમાં વધારાની "I" અથવા એક ઓછી "E" હોઈ શકે છે. આ રીતે બીજા વપરાશકર્તા તરીકે નકલ કરતી વખતે તેઓ આ નામનો ઉપયોગ અન્ય વપરાશકર્તાઓને અયોગ્ય વસ્તુઓ કહેવા માટે કરી શકે છે.

સાયબર ગુનેગારો તેમના ખાનગી સંચારને ફેલાવવા માટે ઉપરોક્ત ખાનગી સંદેશાવ્યવહાર બીજાને આગળ ધપાવી શકે છે.

ઇંટરનેટ ચેટ રૂમમાં સંબંધિત વપરાશકર્તાઓની પરવાનગી વિના તમારા અથવા અન્ય ખાનગી સંચારને ક્યારેય ફોર્વર્ડ કરશો નહીં અથવા શેર કરશો નહીં.

અફવા ફેલાવવા માટે સ્વાંગ રચવો

અફવાઓ ફેલાવવા અથવા અન્ય મહિલાઓને નુકસાન પહોંચાડવા માટે ગપસપ મેલ્સ અથવા બનાવટી મેલ્સ ફોરવર્ડ કરવી. તેઓ કોઈ જૂથના ચેટ રૂમમાં પીડિત તરીકેનો ઢોંગ કરી  ઉશ્કેરણીજનક સંદેશ પોસ્ટ કરી પીડિત સામે હુમલો કરવાનું આમંત્રણ આપે છે, ઘણી વખત જૂથના કામને સરળ બનાવવા માટે ભોગ બનેલા વ્યક્તિનું નામ, સરનામું અને ટેલિફોન નંબર પણ આપે છે.

અન્ય વ્યક્તિ તરીકે નકલ કરીને ઈ-મેલ અથવા મોબાઇલનો ઉપયોગ કરીને ક્યારેય કોઈ ધિક્કારપાત્ર મેલ / અફવાઓ ફેલાવશો નહીં.

શરમજનક ફોટા અથવા વિડિઓ પોસ્ટ કરવા.

મહિલાનું બાથરૂમ અથવા તો ડ્રેસિંગ રૂમનો ફોટો અથવા તો વિડિઓ લેવામાં આવી શકે છે અને ઑનલાઇન પોસ્ટ કરી શકાય છે અથવા સેલ ફોન પર અન્ય લોકોને મોકલી શકાય છે.

યોગ્ય દિશાનિર્દેશો વિના ક્યારેય પોતાના અથવા કોઈના ચિત્રો / વિડિઓ પોસ્ટ કરશો નહીં.

વેબ સાઇટ્સ અથવા બ્લોગ્સનો ઉપયોગ કરીને

ઘણીવાર સ્ત્રીઓ એવી વેબ સાઇટ્સ અથવા બ્લોગ્સ બનાવે છે જે બીજી મહિલાનું અપમાન કરે અથવા જોખમી હોય. તેઓ અન્ય મહિલાઓ અથવા જૂથના અપમાન માટે ખાસ પૃષ્ઠો બનાવે છે.

કોઈ પણ જગ્યાએ કોઈનું પણ અપમાન કરવું એ સારું નથી. એવું ક્યારેય ન કરો.

સેલ ફોન પર અપમાનજનક લખાણ મોકલવું.

જ્યારે મહિલાઓ પીડિત સામે એકત્રિત થઈ પીડિતના સેલ ફોન અથવા અન્ય મોબાઇલ ફોન્સ પર દ્વેષયુક્ત સંદેશાઓથી સંબંધિત હજારો ટેક્સ્ટ-મેસેજીસ મોકલવામાં આવે તેને શબ્દ યુધ્ધ અથવા તો શાબ્દિક હુમલાઓ કહેવામાં આવે છે.

બાળક અથવા કિશોરોને સેલ ફોન દ્વારા અપમાનિત કરતા સંદેશાઓ ક્યારેય ન મોકલો. તે તમારા કુટુંબને આર્થિક નુકસાન ઉપરાંત તમને ગુનાહિત ક્ર્યમાં પણ સામેલ કરે છે.

અન્યને નુકસાન પહોંચાડવાના ઈરાદાસર ઇ-મેઇલ અથવા મોબાઇલ દ્વારા ધમકીપૂર્ણ ઇમેઇલ્સ અને ચિત્રો મોકલવા.

ગુનેગારો, દ્વેષપૂર્ણ અથવા ધમકી આપનારા સંદેશાઓ પરિણામોનો વિચાર કર્યા સિવાય સ્ત્રીઓને મોકલી શકે છે, નિર્દય અથવા ધમકી આપનારા સંદેશા દુઃખદાયક અને ખૂબ જ ગંભીર સાબિત થઈ શકે છે.

કોઈને પણ ઇન્ટરનેટ અથવા મોબાઇલ સંચાર દ્વારા કોઈપણ પ્રકારની ધમકી ક્યારેય આપશો નહીં બની શકે કે પીડિત કોઈ બાળક કે યુવાન હોય અને તે એટલી હદે દુ: ખી અને હતાશ થઈ શકે કે તે તેના મૃત્યુ તરફ તેને દોરી શકે છે.

સાયબર ધમકીઓનો પ્રભાવ

સાયબર બદમાશી કોઈ પણ વ્યક્તિ પર વિવિધ રીતે અસર કરી શકે છે. નીચે તેની યાદી આપેલ છે.

  • ભાવનાત્મક તકલીફ: ગુસ્સો, હતાશા, શરમ, ઉદાસી, ડર, ડિપ્રેશન
  • શાળાના કામ અથવા નોકરીની કામગીરીમાં હસ્તક્ષેપ
  • નોકરી છોડવી, શાળા છોડવી અથવા શાળા બદલવી.
  • વિલંબ અને હિંસા
  • નશીલા પદાર્થોના વ્યાસની બનવું.
  • શાળાના સ્તરે શસ્ત્રોનો કબજો
  • આત્મહત્યા

ભારતમાં સાયબર ધમકીઓ ને લાગતો કોઈ ચોક્કસ કાયદો નથી પરંતુ આઈટી એક્ટ 67 જેવી જોગવાઈઓ છે જે આ પ્રકારની બાબતો સાથે આંશિક રીતે વ્યવહાર કરી શકે છે.

Page Rating (Votes : 0)
Your rating: