ઘણી મહિલાઓ સાઇબર ક્રાઇમનો ભોગ બની રહી છે. ઇન્ટરનેટની વધતી જતી ઉપલબ્ધતા અને મોબાઇલ મારફત મેળવી શકાતી માહીતીના વધતાં જતાં વ્યાપે કેટલીક મહિલાઓને જોખમમાં મૂકવાની નવી સંભાવનાઓ ઊભી કરેલ છે જેથી સંભવિત જોખમોની જાણકારી હોવી આવશ્યક છે.

યોગ્ય સુરક્ષાના પગલાઓ વગરના પર્સનલ કમ્પ્યુટરનો ઉપયોગ સિસ્ટમને કબજે કરી તેના સ્ત્રોત્રો મારફત સુરક્ષિત કમ્પ્યુટરને ગેરકાયદેસર પ્રવૃતિ માટે ઉપયોગમાં લેવાની સંભાવનાઓ રહે છે. આ કબ્જે કરનારાઓ વાઇરસ, ટ્રોજન, કી લોગર્સ અને ક્યારેક ખરેખરા હેકર્સ પણ હોઈ શકે છે. આના કારણે માહિતી ચોરાવી, માહીતી ગુમાવી દેવી, અંગત માહિતી જાહેર થઈ જવી, પાસવર્ડ જેવી અગત્યની ઓળખ છતી થઈ જવી જેવા બનાવોમાં પરિણમી શકે છે.

પર્સનલ કમ્પ્યુટરના ઉપયોગ કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો.

તમારા વેબ-કેમને ક્યારેય જોડેલો રાખશો નહીં.

એવી ઘણી એપ્લિકેશન્સ ઉપલબ્ધ છે જેનાથી કૅમેરા ચાલુ કરી શકાય છે અને ભેદી રીતે તમારી જાણબહાર તમારી હિલચાલ રેકોર્ડ કરી શકાય છે. સાવચેતી તરીકે તમારા કૅમેરાની પરવાનગીને ડિસેબલ કરીને રાખો અને જ્યારે ઉપયોગમાં ન હોય ત્યારે કેમેરાના લેન્સને બંધ રાખો અથવા ઢાંકીને રાખો. તમારા પર્સનલ કમ્પ્યુટરને ઉપયોગ કર્યા પછી વધારાના ઉપકરણો જેવા કે મોનિટર, મોડેમ, સ્પીકર સરખી રીતે શટ ડાઉન અને સ્વિચ ઓફ કરીને રાખો.

વધારાના ઉપકરણોનો ઉપયોગ કરતાં પહેલા તેને ચકાસો.

વધારાના ઉપકરણો જેવા કે USBને તમારા પર્સનલ કમ્પ્યુટરમાં ઉપયોગ કરતાં પહેલા અચૂક ચકાસો. અજાણ્યા પાસેથી લેવામાં આવેલ વધારાના ઉપકરણોનો ઉપયોગ ટાળો.

તમારા ડેટાનો બેક અપ લેતા રહો તમારા ડેટાનો બેક અપ જ્યારે તમારું કમ્પ્યુટર ઈલેક્ટ્રિક ખામી અથવા તો વીજળી પડવાના કારણોસર ખરાબ થઈ જાય ત્યારે તમને કામમાં આવે છે. જ્યારે કોઈ નવા પ્રકારના રેંસમવેરનો ભોગ બનો કે જે તમારા ડેટાનો નાશ કરી નાખે ત્યારે પણ કામમાં આવે છે. તમે તમારા ડેટા બેક અપ અગત્યની ફાઇલને વધારાની હાર્ડ ડ્રાઇવમાં ટ્રાન્સફર કરી મેન્યુઅલી પણ કરી શકો છો.

તમારા પર્સનલ કમ્પ્યુટરને નિયંત્રિત રાખો.

તમારા કમ્પ્યુટરને જાહેર જગ્યાઓએ નધણિયાતું ન રાખો કે જ્યાં કોઈ પણ તમારા કમ્પ્યુટરનો ઉપયોગ કરી શકે. તમારા કમ્પ્યુટરની ભૌતિક સુરક્ષા તકનીકી સુરક્ષા જેટલી જ અગત્યની છે.

હંમેશા કાયદેસરના સોફ્ટવેરનો વપરાશ કરો: 

 હંમેશા કાયદેસરના સોફ્ટવેર ઇન્સ્ટોલ કરો કે જે તમારી ઓપરેટિંગ સિસ્ટમ અને એપ્લિકેશન્સને નિયમિત રીતે અપડેટ કરતાં રહે. ઓપન સોર્સ સોફ્ટવેરના સંજોગોમાં નિયમિત અપડેટ કરતાં રહો.

ઝીણા અક્ષરોમાં લખેલ માહિતી વાંચો: વિક્રેતાઓ/સોફ્ટવેર મારફત પૂરા પાડવામાં આવેલ નિયમો અને શરતો વાંચો/ લાઇસેંસ એગ્રીમેંટનો અભ્યાસ કરો.

તમારા ઉપકરણની તમામ ઓપરેટિંગ સિસ્ટમને અપડેટ કરો: તે તકલીફદાયક બની શકે છે. પણ તમને સુરક્ષિત રાખવા માટે અગત્યનું છે. સિક્યોરિટી અપડેટ નવા જોખમોને દૂર રાખે છે. તમે ગમે તેટલા વ્યસ્ત હોવ પણ તેમને અચૂક ઇન્સ્ટોલ કરો.

ઇન્ટરનેટ સુરક્ષા:

  • ઇન્ટરનેટનો ઉપયોગ કરતાં પહેલાં કોપી રાઇટના મુદ્દે ઇન્ટરનેટની વિગતોના ઉપયોગથી તપાસ કરો. બ્રાઉઝિંગ કરતી વખતે આચારસંહિતાનો ખ્યાલ રાખો.
  •  ઓનલાઇન વ્યવહારો અને ડાઉનલોડ કરતી વખતે https ( હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ સિક્યોર)નો ઉપયોગ થતો હોય તેવી સાઇટનો ઉપયોગ કરો કે જે સુરક્ષિત છે.
  •  જો સાઇટ SSL નો ઉપયોગ કરતી હોય તો તો તેના વ્યાજબીપણાની વિગતોની ચકાસણી કરો જેમ કે તેના માલિક કોણ છે, પ્રમાણપત્રની માન્યતા ક્યાં સુધીની છે જેથી તેની વિશ્વસનિયતા નિશ્ચિત કરી શકાય. તમે લોક આઇકોન ઉપર ક્લિક કરી આ ચકાસણી કરી શકો છો.
  •  ફાઇલ ડાઉનલોડ કરવા માટે થર્ડ પાર્ટી વેબસાઇટને બદલે ફક્ત અસલી(મૂળ) વેબસાઇટનો જ ઉપયોગ કરો.
  •  ડાઉનલોડ કરેલ ફાઇલનો ઉપયોગ કરતાં પહેલા તેને અદ્યતન એંટિ વાઇરસ સોફ્ટવેરથી સ્કૅન કરો.
  •  હાનિકારક તત્વોથી સુરક્ષિત રહેવા માટે સોફ્ટવેર ફાયરવોલને ઇન્સ્ટોલ કરો અને તેને યોગ્ય રીતે કોન્ફિગર કરો.

ડેટા સિક્યોરિટી

  • તમારી ઓપરેટિંગ સિસ્ટમના ઓટો-અપડેટ વિક્લ્પને એનેબલ કરો અને નિયમિત રીતે અપડેટ કરો.
  •  વિશ્વસનીય વેબસાઇટ ઉપરથી એંટિ-વાઇરસ સોફ્ટવેર ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ કરો. તે અદ્યતન વાઇરસ સિગ્નેચર સાથે આપોઆપ અપડેટ થાય તે સુનિશ્ચિત કરો.
  •  વિશ્વસનીય વેબસાઇટ ઉપરથી એંટિ-સ્પાઇવેર સોફ્ટવેર ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ કરો. તે અદ્યતન ડેફીનેશન સાથે આપોઆપ અપડેટ થાય તે સુનિશ્ચિત કરો.
  •  તમારી અમુલ્ય માહિતીને સુરક્ષિત રાખવા માટે એંક્રિપ્શનનો ઉપયોગ કરો.
  •  એડમીન અકાઉંટ અને બીજી અગત્યની એપ્લિકેશન્સ જેવી કે ક્લાઈંટ ઈ-મેઇલ, નાણાકીય એપ્લિકેશન (અકાઉંટિંગ) માટે જટિલ પાસવર્ડ રાખો.
  •  બેક-અપ: તમારા કમ્પ્યુટરનું CD/DVD અથવા USB ડ્રાઇવ ઉપર સમયાંતરે બેક-અપ લો. જેથી કોઈ સંજોગોમાં તમારું કમ્પ્યુટર હાર્ડ ડિસ્કના દોષને કારણે અથવા તો રીઇંસ્ટોલ/ફોર્મટિંગ વખતે ખરાબ થઈ જાય ત્યારે કામમાં આવે.
  •  રિકવરી ડિસ્ક: સિસ્ટમ ચેંજ જેમ કે અપ્રમાણિત ડ્રાઇવર/અજાણ સોફ્ટવેરના કારણે બૂટ ફેઇલ્યુર થઈ જાય ત્યારે તમારા ડેટાને પરત મેળવવા માટે વિક્રેતા દ્વારા આપવામાં આવેલ રિકવરી ડિસ્ક રાખો.
  •  મહત્તમ કાર્યક્ષમતા માટે સ્ટાર્ટ અપ પ્રોગ્રામ ઉપર દેખરેખ/નિયંત્રણ રાખો.

બ્રાઉઝર સિક્યોરિટી:

  • તમારા વેબ બ્રાઉઝરને અદ્યતન પ્રોગ્રામથી હંમેશા અપડેટ કરો.
  •  બ્રાઉઝરની અંદર આપવામાં આવેલ પ્રાઇવસી/સિક્યોરિટી સેટિંગનો ઉપયોગ કરો.
  •  વિગતોને ફિલ્ટર કરતાં સોફ્ટવેરનો ઉપયોગ કરો.
  •  સર્ચ એંજિનમાં હંમેશા સુરક્ષિત સર્ચના વિકલ્પને ઓન રાખો.

ઈ-મેઇલ સિક્યોરિટી:

 

  • તમારા ઈ-મેઇલ અકાઉંટ માટે હંમેશા જટિલ પાસવર્ડ વાપરો.
  •  ઈ-મેઇલ સાથેના એટેચમેંટને ખોલતા પહેલા અદ્યતન એંટિ વાઇરસ સોફ્ટવેરથી સ્કૅન કરો.
  •  સ્પામ ફોલ્ડરને ખાલી કરવાનું યાદ રાખો.

વાયરલેસ સિક્યોરિટી:

  • મૂળભૂત એડ્મિનિસ્ટ્રેટર પાસવર્ડને બદલો.
  • WPA(wi-fi પ્રોટેકટેડ ઍક્સેસ)/WEPને હંમેશા ઓન રાખો.
  • મૂળભૂત SSID બદલો.
  • MAC એડ્રૈસ ફિલ્ટરિંગને એનેબલ કરો.
  • ઉપયોગમાં ન હોય ત્યારે તમારા વાયરલેસ નેટવર્કને બંધ રાખો.

મોડેમ સિક્યોરિટી:

  • મૂળભૂત પાસવર્ડને બદલો.
  •  ઉપયોગમાં ન હોય ત્યારે બંધ કરો.
Page Rating (Votes : 0)
Your rating: