પરિવાર માટે ઇન્ફોર્મેશન સિક્યોરીટી અંગેની જાગૃતિ
મોટાભાગના પરિવારોમાં હવે ઈન્ટરનેટનો ઉઉપ્યોગ એક જરરીયાત બની ગયો છે. ઘરમાં જે કમ્પ્યુટર કે મોબાઈલ ફેમ હોય એનો બધાy છુટથી ઉપયોગ કરે છે. તમે અને તમારા કુટુંબીજનો ઈન્ટરનેટણા માધ્યમથી દુનિયા સાથે જોડાઈ શકશો. તાજા સમાચાર વાંચવા, કંઈ જાણકારી મેળવવા, વસ્તુઓ ખરીદવા, ઘરવખરીની નાની-મોટી ચીજો મેળવવા, સંગીત સાંભળવા, ગેઈમ્સ રમવા, ઈમેઈલ મિત્રોને મળવા વગરે જેવી ઘણી પ્રવૃતિઓ આપણે ઈન્ટરનેટના માધ્યમથી કમ્પ્યુટરનો ઉપયોગ કરીએ છીએ. કંઈક શીખવા અથવા તો નવું-નવું જાણવા માટે ઈન્ટરનેટ દુનિયાભરની માહિતીનો ઢગલો કરી ડે છે. નેટ પર મલ્ટી જાણકારી અને આવી માહિતી આપનારાઓ હંમેશા સાચા અને સલામત હોય છે, એવું માનવું ભૂલભરેલું છે.
તમે અને તમારા કુટુંબીજનો માહિતી અને મનોરંજન માટે ઈન્ટરનેટનો સલામત ઉપયોગ કરે, એ આપણે કેવી રીતે નક્કી કરી શકીએ? ઓનલાઈન શોપિંગ કરતાં પહેલાં અને કોઈ-સોફ્ટવેર કે ફાઈલ ડાઉનલોડ કરતાં પહેલાં બધા પરિવારજનોએ ભેગા બેસીને ચર્ચા કરી લેવી જોઈએ. અને સાથોસાથ તમારી અંગત અથવા આર્થિક વ્યવહારો અંગેની વિગતો ગુપ્ત અને સલામત રહેશે એની ખાતરી કરી લેવી જોઈએ.
લોકો સુધી અને જાણકારીના મૂળ સુધી આપનો સંપર્ક કરવાનાર ઈન્ટરનેટ ક્યારેય ભળતાસળતા લોકો અઠે આપણને જોડી દે છે. નેટના ઉપયોગમાં છુપાયેલા ભયસ્થાનોમાં કેટલીક એવી બાબતો અંગત માહિતી સલામત સહેશે એવી ખાતરી કોઈ આપતું નથી. જો કે નુકસાનથી બચવાના કેટલાંક રસ્તા છે, જે તમે અને તમારા પરિવારજનોએ જાણી લેવા જોઈએ. માહિતી અથવા સલાહ-સૂચનો મેળવવા ઈન્ટરનેટ ઉપયોગી છે એ ખરું, પણ સ્ક્રીન વાંચવા મળતી વિગતો હંમેશા સાચી જ હોય, એવું માનવાની ભૂલ કરવા જેવી નથી. નેટ ઉપર તો કોઇપણ વ્યક્તિ કશી પણ માહિતી મૂકી શકે છે. પણ બધું સાચું જ છે એવું માની શકાય નહીં. કેટલીક સંસ્તાઓ અને વ્યક્તિઓ બહુ સમજી-વિચારીને નેટ પર વિગતો જાહેર કરે છે, જે ભરોસાપાત્ર હોય છે, તો બીજી બાજુ એવા લોકો પણ છે, જે જાણીજોઇને તમને ઉલ્લુ બનાવવા નેટ પર જુઠ્ઠાણું ફેલાવે છે.
હવે તમે કે તમારા પરિવારજનો નેટ પર સર્ફ કરતી વખતે આટલી બાબતોનું ધ્યાન રાખજો:
- ઓનલાઈન મળતી માહિતી મોટેભાગે ખાનગી નથી હોતી.
- ઓનલાઈન માહિતી આપનારા યારેક પોતાની બનાવટી ઓળખ આપતા હોય છે.
- કોઇપણ વ્યક્તિ નેટ પર વિગતો મૂકી શકે છે.
- ઓનલાઈન જે કંઈ વાંચવા મળે છે તે બધું વિશ્વસનીય છે તેમ માનવું નહીં.
- મને કે તમારા પરિવારજનોને ક્યારેક ઓનલાઈન એવું બધું સ્ક્રીન પર આવી જાય છે જે જોતા તમને આઘાત અને શ્રમ આઅવે. હિંસા, વર્ણભેદ, વ્યભિચારને લગતા ફોટાઓ કે સમાચારો આવી ચડે છે, જે તમે જોઈ ન શકો.
ISEAના અવેરનેસ પ્રોગ્રામમાં કુટુંબીજનોને માટે નેટનો ઉપયોગ કટી વખતે લેવાતી કાળજી બાબતે સમજાવવામાં આવે છે. નેટવર્કના માધ્યમથી ચેટીંગ કરો, સોશ્યલ નેટવર્કમાં ભાગ લો, ઓનલાઈન શોપિંગ કરો, કોઈ ફાઈલ-ગેઈમ કે સોફ્ટવેર ડાઉનલોડ કરો. ત્યારે શું સાવધાની રાખશો એ બરાબર સમજી લો, પછી જ નેટનો ઉપયોગ શરુ કરો..
પગલું ૧: તમારા ઘરના વાઈ-ફાઈને સલામત બનાવો.
તમારું ઘરનું વાઈ-ફાઈ કનેક્ટ થયેલું હોય, તો આખા ઘરના કોઇપણ સ્થળેથી અને કોઇપણ પરિવારજન નેટ પરથી કંઈને કંઈ કર્યા કરતા રહે છે, એટલે ઈન્ટરનેટની કામગીરીનું નિયંત્રણ કરવાનું તમારા માટે મુશ્કેલ બની જાય છે. જો વાઈ-ફાઈ તમે બરાબર સિક્યોર ન કર્યું હોય તો ઘુસણખોરી કરીને બીજી બહારની વ્યક્તિ તમારી કનેક્ટિવિટીનો ઉપયોગ કરી ળે છે અને ક્યારેક વાઈરસ કે માલ્વેર ઘૂસાડી દે છે. આ લોકો તમારા કમ્પ્યુટર કે સ્માર્ટફોનને માધ્યમ બનાવી નેટવર્ક પર સાયબર હુમલા કરી શકે છે.
- ડિફોલ્ટ એડમીન પાસવર્ડ બદલને સલામત પાસવર્ડ નાખો.
- તમારું વાઈ-ફાઈ ડિવાઈસ પૂરેપૂરું સલામત છે, એની ખાતરી કરી લો
- રાઉટરને એક્સેસ કરવા સ્ટ્રોગ પાસવર્ડ રાખો.
- વાયરલેસ એન્ક્રિપ્શનને ઇનેબલ કરો. જેથી બીજાંઓ તમારું નેટવર્ક જોઈ ન શકે કે તેને એક્સેસ ન કરી શકો.
- તમારા વાયરલેસ નેટવર્કનો ક્યા ક્યા સાધનમાં થવાનો છે એ નક્કી કરી લો. આ દરેકને મીડિયા એક્સેસ કંટ્રોલ (MAC) અડ્રેસ આપો, અને વ્યવહાર કરતી વખતે આ જ અડ્રેસનો ઉપયોગ કરો.
- Use filtering options to avoid unnecessary websites with inappropriate content.
પગલું 2: બાળકો અને કુટુંબીજનો માટે ઘરમાં એક જ કમ્પ્યુટર
પરિવારના સભ્યો જ્યાં ભેગા થતા હોય તેવા સ્થળે – બેઠક ખંડમાં નેટ કનેક્તેદ કમ્પ્યુટર રાખવું. નાના મોટા સૌ ક્યારે શું કરે છે એની તમે દેખરેખ રાખી શકશો. તમે એમને નેટનો ઉપયોગ કરવા અંગે મદદ કે માર્ગદર્શન આપી શકશો. કોણ કેટલા કલાક નેટ પર રહે છે એનું ધ્યાન રાખવું સરળ બનશે.
પગલું ૩ : પરિવારજનો માટે ઈન્ટરનેટ વાપરવાના નિયમો બનાવો
કુટુંબના સભ્યો માટે ઇન્ટરનેટનો ઉપયોગ કરતી વેળાએ શું કરવાનું છે અને શું નથી કરવાનું એ દર્શાવતા નિયમો બનાવો:
- બાળકોને જણાવો કે પપ્પા-મમ્મીને પૂછીને જ ઈન્ટરનેટ ચાલુ કરવું.
- કમ્પ્યુટર કે સમાંતર ફોન પર રોજના કેટલો સમય રહેવાનું છે અને કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધી, અઠવાડીયાના કયા કયા વારે, એ બધું નક્કી કરી શકાય.
- સોશ્યલ નેટવર્કિંગ સાઈટ પર કોણે કેટલો સમય રહેવું એ તમે નિયંત્રિત કરી શકો.
- તમારું બાળક જે સોશ્યલ સાઈટ વાપરતું હોય એ સૈત્સમાં તમે પણ જોડાઈ જાઓ, જેથી બાળક કઈ કઈ વિગતોની આપ-લે કરે છે તે તમે જાણી શકો.
પરિવારના સભ્યોને જણાવો કે ઓનલાઈન મળનાર વ્યક્તિ અજાણ્યા છે
તમે તમારા ઓનલાઇન મિત્રો સાથે કેટલી વખત ચેટ કરો છો, કેટલાં લાંબા સમયથી કરો છો, અને તમને લાગે કે તમે તેમને ખૂબજ સારી રીતે ઓળખો છો તેમ છતાં, જે લોકોને તમે ઓનલાઇન મળો છો તે અજાણ્યાં હોય છો.
જ્યારે તમે ઓનલાઇન હોવ છો ત્યારે જૂટ્ઠું બોલવું અને તમે કોઇ બીજા છો તેમ દર્શાવવું સરળ છે. ખાસ કરીને બાળકોનું એ જાણવું જરૂરી છે કે તેમનાં નવા મિત્ર તેમની ઉંમરનાં ન હોઇને એક 40 વર્ષની વ્યક્તિ હોઇ શકે છે. આથી તમારા કુટુંબનાં સભ્યોને યાદ કરાવો કે ઓનલાઇન મળતાં લોકો અજાણ્યાં હોય છે
પગલું – 4 નેટ સલામતીની મર્યાદા બાંધો અને સમજો
કુટુંબના સભ્યો ઈન્ટરનેટનો ઉપયોગ કમ્પ્યુટર કે પોત પોતાના સ્માર્ટ ફોનથી કરતા હોય છે એટલે સાથે મળીને ગુપ્ત માહિતીની સલામતી સંદર્ભે શું શું સાવચેતી રાખવી, એ દરેકને બરાબર સમજાવી દો અને એનું પાલન કરવાની ફરજ પાડો
- વિઝીટ કરવા યોગ્ય વેબસાઈટની યાદી બનાવો,.
- ચેટ રૂમ અને ફોરમનો ઉપયોગ કરાય ત્યારે તેનો ધ્યાન રાખો
- યુઝરનેમ એવા રાખો જેથી કુટુંબીજનનું સાચું નામ જાહેર ના થાય કે કોઈ ને બીજી કોઈ લાલચમાં પડવાનું મન ના થાય
- ઓનલાઈન અકાઉન્ટ માટે યાદ રહે ટેવો સરસ, અનોખો પાસવર્ડ નક્કી કરો
- ફોન નંબર, કુટુંબીજનના નામ કે તેમની અસલી ઓળખ જાહેર થઇ જાય, એવી કોઈપણ માહિતી પોસ્ટ કરવાની કે શેર કરવાની મનાઈ ફરમાવી દો
- તમારી ઓળખ સ્પષ્ટ થઇ જાય તેવા અથવા રુચિ ભંગ થાય એવા કોઈ જ ફોટા અપલોડ કરવા નહિ
- નેટ મિત્રોને રૂબરૂ મળવાનું નક્કી ના કરો. અને જો કોઈ અજાણ્યાને મળવાનું જરૂરી જ લાગે તો કુટુંબીજનોને અગાઉથી જાણ કરો
- અજાણ્યા લોકો તરફથી આવતા ઈ-મેઈલ અથવા અટેચમેન્ટનો જવાબ આપવાનું ટાળો
- નેટ પરથી તમને ઉશ્કેરણી કરનારા, અણગમતી પ્રવૃત્તિ કરવાના આદેશ કે એવા કોઈપણ વિચિત્ર સંદેશ આવે તો શું કરવું એની ચર્ચા કુટુંબીજનો સાથે અવશ્ય કરો
- મારા કમ્પ્યુટર અને ઈન્ટરનેટ ને લગતા સલામતી સંબંધી તમામ નિયમોનું પાલન કરીશ
- ચમારો ફોન નંબર, સરનામું કે પાસવર્ડ જેવી ગુપ્ત માહિતી, કે જે મારી ઓળખ દર્શાવે છે એ હું કોઈને પણ જણાવીશ નહિ
- યઓનલાઈન મિત્રને રૂબરૂ મળવાનો પ્રયત્ન હું કદી નહિ કરું અને જો આવી મુલાકાત જરૂરી બનશે, તો એકલા જ નહિ પણ બધા કુટુંબીજનોને સાથી રાખીને મુલાકાત ગોઠવીશ
- નેટના ઉપયોગ દરમિયાન મને બેચેન કરી દે, અકળાવી દે અથવા મુશ્કેલીમાં મુકે એવા સંજોગો ઉભા થયા ત્યારે મારા કુટુંબીજનો-માતા, પિતા, વાલી અથવા શિક્ષકને જાણ કરીશ જેથી મને શાંતિ મળી
- હું વચન આપું છું કે મારી પોતાની, મારા કુટુંબીજનોની અને મારા દેશની સલામતી માટે “સાઈબર સેફ ઇન્ડિયા” બનાવવા માટે મારાથી બનતું બધું જ કરી છૂટીશ.
- માતા-પિતા, વાલી કે શિક્ષક તરીકે હું વચન આપું છું કે જયારે મારી મદદની જરૂર પડશે ત્યારે સાઈબર અપરાધનો ભોગ બનેલા બાળકો/વિદ્યાર્થીઓને ઉગાવા હું શક્ય એ કરીશ