ડિજિટલ/સાઈબર દુનિયામાં તમારી ઓળખ

તમારા નામ, સરનામાં, ઈમેઈલ આઈડી વગેરે જેવી તમારી બધી અંગત માહિતી કે જે તમારી સાથે સંકળાયેલી છે અને જેના દ્વારા તમારી ઓળખ કરી શકાય અને સાઈબર વિશ્વમાં તમને ટ્રેક કરી શકાય તેને ડિજિટલ દુનિયામાં તમારી ઓળખ કહેવાય છે.

મોબાઈલ, ઈન્ટરનેટ, ઈમેઈલ વગેરે બધું જ ડિજિટલ દુનિયાનો હિસ્સો છે. તમે જે પણ ઉપકરણ/ટેકનોલોજી વાપરો છો, જેનાથી તમારું જીવન સરળ બને છે તે બધું ડિજિટલ દુનિયામાં તમારી માહિતીને જોખમમાં મૂકી શકે છે.

ઓળખની ચોરી એટલે શું?

તમારી અંગત અથવા સોશિયલી ઓળખી શકાય તેવી માહિતી જેવી કેઃ નામ, ફોન નંબર, સ્કૂલની વિગતો, ઈમેઈલ-આઈડી, જન્મની તારીખ, સરનામું, ઓળખ કાર્ડ નંબર, આધાર કાર્ડની વિગતો, પાસપોર્ટની વિગતો, પ્રવાસની વિગતો, બેંક ખાતાની વિગતો, ફિંગરપ્રિન્ટ્સ, વોઈસ સેમ્પલ વગેરેની ચોરી અથવા દુરુપયોગ એ ઓળખની ચોરી કહેવાય.

તે શા માટે મહત્ત્વપૂર્ણ છે?

ઓળખની ચોરીનો ભોગ કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સમયે બની શકે. તેના ઘણા સ્વરૂપો અને આકાર હોય છે. તેનાથી તમને સંભવિત હાનિ થવા સાથે તમારા માતાપિતા/પરિવારની કઠિન પરિશ્રમથી રળેલી આવકનું નુકસાન પણ થઈ શકે છે. ભૌતિક દુનિયામાં તો તમે હંમેશા તમારી જાતનું રક્ષણ કરવા માટે સાવધ રહો છો. આવી જ સાવધાની તમારી જાતને સાઈબર દુનિયામાં પણ રક્ષણ આપવા માટે જરૂરી છે. સાઈબર દુનિયા એ એક પ્રકારે ભૌતિક દુનિયા જેવી જ છે અને જરૂરી પગલાં ન લેવાયા તો તેના જેટલી જ જોખમી પણ છે. ઊલટાનું, ડિજિટલ દુનિયામાં તો તમારી જાતને અને તમારા પરિવાર તથા મિત્રોને સુરક્ષિત રાખવા તમારે વધારાના તકેદારીનાં અને પ્રતિરોધક પગલાં ભરવા જોઈએ. તમારી ઓળખનું રક્ષણ કરવાની જવાબદારી તમારી છે. આજે, સાઈબર દુનિયા એ સ્તરે પહોંચી ચૂકી છે કે જ્યાં આપણે સમસ્યાઓ/સાઈબર ગુનાખોરીને અટકાવી અથવા તો સુધારી શકતા નથી, માટે આવી કોઈ ગુનાખોરીનો તમે ભોગ બની જાવ તે પહેલાં જ તમારી જાતને રક્ષણ આપવું વધુ સારું રહેશે. નિવારણ હંમેશા ઉપચાર કરતા વધુ સારું છે.

ઓળખની ચોરી કેવી રીતે કરાય છે?

નીચે કેટલાક સ્ત્રોતોનો ઉલ્લેખ કરાયો છે કે જ્યાંથી સાઈબર ગુનાખોરો જે-તે વ્યક્તિની ઓળખની ચોરી કરવા વિભિન્ન કિમિયાઓનો દુરુપયોગ કરે છે.

 • રેસ્ટોરાંમાં ભરાવેલા સર્વે ફોર્મ, શોપિંગ મોલ્સ/મૂવી થિએટર્સ ખાતે અપાયેલી લકી ડ્રો કૂપન કે જેમાં અંગત માહિતી માટે વિનંતી કરાય છે.
 • તમે ફોન પર સામાન્ય વાતચીતમાં અથવા તો તમારા મિત્રો અને પરિવારજનો સાથે જાહેર સ્થળે તમારી અંગત અને પારિવારિક બાબતો વિશે જ્યારે સીધેસીધી ચર્ચા કરતા હોવ તે સમયે અજાણતા વહેંચાયેલો ડેટા, કે જેનો કોઈ ઠગબાજ સાક્ષી બનીને બધું સાંભળી રહ્યાનો આપણને અહેસાસ પણ નથી હોતો અને પછીથી તે આ માહિતીનો ઠગાઈની પ્રવૃત્તિઓ માટે દુરુપયોગ કરે છે.
 • સુપર માર્કેટ અને મેડિકલ સ્ટોર્સ તથા મોલ્સમાં રિટેઈલ ચેઈન્સ ખાતે ખરીદી બાદ એન્ટર કરાયેલો ડેટા.
 • ઈમેઈલ/વોટ્સએપ/એસએમએસ દ્વારા રોકડ ઈનામ/લોટરી/નોકરીની ઓફરના સ્વરૂપમાં અમુક લાભનું વચન આપતા મેઈલ/મેસેજ દ્વારા એકત્ર કરેલો ડેટા. તેઓ ઓરિજિનલ વેબસાઈટ જેવા જ લોગો સાથેના ઈમેઈલ મોકલે છે જેનાથી તે અધિકૃત જેવા જ લાગે છે. તેમાં તમને કોઈ ચોક્કસ લિંક પર ક્લિક કરવા જણાવાય છે જે તમને કોઈ બીજા પેજ પર રિડાયરેક્ટ કરે છે, જ્યાં તમને તમારી અંગત સંવેદનશીલ માહિતી જેવી કે પાસવર્ડ, ઓટીપી વગેરે આપવા જણાવાય છે.
 • ગુનાખોરો તો ઓનલાઈન શોપિંગ પોર્ટલ, ઈ-કોમર્સ સાઈટ્સ અને ઓનલાઈન બેંક ખાતામાંથી પણ તમારી અંગત માહિતી સુધી પહોંચ મેળવીને પછી આ માહિતીનો પોતાના લાભ માટે તમારી વિરુદ્ધ ઉપયોગ કરે છે.
 • ઓળખની ચોરી કરનારા સામાન્ય રીતે સોશિયલ મીડિયામાં ફેક એકાઉન્ટ દ્વારા વિભિન્ન પ્રોફાઈલ જોતા રહે છે. તેઓ આ પ્રોફાઈલોનો અભ્યાસ કરીને તેમાંથી હુમલો કરવા માટે ભોગ બની શકે તેવા ટાર્ગેટ્સ શોધતા રહે છે. સંબંધોની શરૂઆત કરવા તેઓ ‘ફ્રેન્ડ’ રિક્વેસ્ટ મોકલે છે અને ચેટિંગ દ્વારા તમારો વિશ્વાસ સંપાદિત કરવા પ્રયાસ કરે છે. વિશ્વાસ સંપાદિત કરી લીધા બાદ તેઓ સંભવિત ટાર્ગેટ્સ પાસેથી તેમની સંવેદનશીલ અંગત માહિતી મેળવી લે છે.
 • સરકારી રજિસ્ટર્સ અથવા જાહેર રેકર્ડમાંનો ડેટા કે જેનું અયોગ્ય સંચાલન કરાય છે.
 • ગુનેગારો એવા કમ્પ્યૂટર સર્વરમાંથી માહિતી પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરે છે કે જેને યોગ્ય રીતે સુરક્ષિત કરાયું નથી કે જેની પર નિરીક્ષણ નથી. તેઓ અયોગ્ય રીતે કન્ફિગર કરાયેલા અથવા અજાણતા ખોલી દેવાયેલા અથવા નબળો પાસવર્ડ ધરાવતા પોર્ટ્સ દ્વારા રાઉટર સુધી પહોંચ મેળવે છે જે જ્યાંથી ઓળખની ચોરી થવાનું પૂરેપૂરું જોખમ છે.
 • માલવેર દ્વારા પણ અંગત માહિતીની ચોરી થઈ શકે છે. માલવેરને મેઈલ/એસએમએસ/વોટ્સએપ લિંક દ્વારા મોકલી શકાય છે. માલવેર એ વાઈરસ, સ્પાયવેર, રૂટકિટ્સ, રિમોટ એક્સેસ ટૂલ્સ વગેરે જેવા ભિન્ન સ્વરૂપોમાં હોઈ શકે છે.
 • ક્રેડિટ/ડેબિટ અથવા અન્ય સ્માર્ટ પેમેન્ટ કાર્ડ્સ (જેવા કે શોપિંગ, ગિફ્ટ કાર્ડ વગેરે)માંથી RFID (રેડિયો ફ્રિક્વન્સી આઈડેન્ટિફિકેશન) દ્વારા અંગત માહિતીની ચોરી કાર્ડ સાથે ભૌતિક સંપર્કમાં આવ્યા વિના પણ કરી શકાય છે.

ઓળખની ચોરીથી તમારી જાતને કેવી રીતે બચાવવી?

તમારી ઓળખનું રક્ષણ કરવા અને સાઈબર દુનિયામાં સુરક્ષિત રીતે લાભ મેળવતા રહેવાની શ્રેષ્ઠ પ્રણાલિઓના નિર્માણમાં તમને મદદરૂપ થવાની કેટલીક ટિપ્સ અને પગલાંનો નીચે ઉલ્લેખ કરાયો છે.

 • તમારા મોબાઈલ, કમ્પ્યૂટર તથા અન્ય તમામ ડિજિટલ ઉપકરણો અથવા એપ્લિકેશન્સ માટે હંમેશા સ્ટ્રોંગ પાસવર્ડનો ઉપયોગ કરો કે જેને ધારવો પણ અઘરો બની જાય જેમાં અક્ષર, અંક અને સંજ્ઞાઓનું મિશ્રણ હોય.
 • તમારા પાસવર્ડ નિરંતર બદલતા રહો અને સુનિશ્ચિત કરો કે તમે ભિન્ન પાસવર્ડનો ઉપયોગ કરો છો.
 • વિશ્વસનીય ન હોય તેવી વેબસાઈટોનો ઉપયોગ ટાળો, સાથે શંકાસ્પદ લિંક, ટેક્સ્ટ મેસેજ પર ક્લિક કરવાનું પણ ટાળો કારણ કે તે ઓળખની ચોરી માટે ફેંકેલી જાળ હોઈ શકે છે.
 • કદાપિ તમારી અંગત અને ગોપનીય માહિતી જેવી કે પાસવર્ડ, ખાતા નંબર, પિન નંબર વગેરે ફોન પર કે ઈમેઈલ દ્વારા કોઈને પણ આપો નહીં.
 • કદાપિ કાગળ, પુસ્તક, મોબાઈલ નોટ્સ વગેરેમાં તમારી અંગત અને ગોપનીય માહિતી લખવી નહીં.
 • ઓળખ કાર્ડ, લાઈસન્સ જેવા મહત્ત્વના દસ્તાવેજની ડુપ્લિકેટ કોપી સાથે રાખવી, જેથી ભૌતિક ચોરીના કિસ્સામાં નુકસાનને ઓછામાં ઓછું કરી શકાય.
  • મજબૂત ફાયરવોલ્સ
  • બાહ્ય પહોંચ માટે VPN
  • શિડ્યુલ્ડ માલવેર અને વાઈરસ સ્કેન્સ
  • ઓટોમેટિક વિન્ડોઝ તથા અન્ય
  • સુરક્ષિત વાયરલેસ નેટવર્ક
  • તમારા કમ્પ્યૂટર સુધી ભૌતિક પહોંચનું રક્ષણ/મર્યાદિત કરવું
Page Rating (Votes : 7)
Your rating: