- ઑનલાઇન ટેક્સી એપ્લિકેશન્સ
સ્માર્ટફોન્સ અને એપ્લિકેશન્સના ઉપયોગે આપણી જીવન જીવવાની રીત બદલી નાખી છે. ટેક્સી બુકિંગ એપ્લિકેશનોએ પરંપરાગત ટેક્સી બિઝનેસ ઉદ્યોગને નબળો કરી દીધો છે. ઉબર, મેરુ અને ઓલા જેવા જાણીતા નામો પહેલાથી ખાનગી વાહનવ્યવહારના ફાયદાકારક રસ્તાઓ બતાવ્યાં છે.
આ એપ્લિકેશન્સનો ઉપયોગ કરવા માટે, આપણે આપણી વ્યક્તિગત માહિતી પ્રદાન કરીને નોંધણી કરવાની જરૂર રહે છે જેમાં નામ, મોબાઇલ નંબર અને ઈ-મેલ સામેલ છે. આ મહિલાઓની ઓળખ માટે ભય પેદા કરી શકે છે. ટેક્સી / કેબ બુક કરતી વખતે આપણો મોબાઇલ નંબર જેને મુસાફરી માટે નક્કી કરવામાં આવે છે તે ડ્રાઇવર સાથે શેર કરવામાં આવે છે. ડ્રાઇવર તમારા મોબાઇલ નંબર ચોરી શકે છે અને તેનો દુરુપયોગ કરી શકે છે.
- શૈક્ષણિક કાર્યક્રમો
માતાઓ હંમેશાં તેમના બાળકો માટે શ્રેષ્ઠ શોધે છે. કેટલાક શૈક્ષણિક એપ્લિકેશન્સ હાઇ-સ્કૂલના વિદ્યાર્થીઓ માટે બનાવવામાં આવે છે, કેટલાક ટૂંક સમયમાં જ કોલેજ ગ્રેજ્યુએટ્સ થનાર માટે; કેટલાક એવા લોકો માટે જેઓ શિક્ષણ પ્રદાન કરે છે. શૈક્ષણિક કાર્યક્રમો માતાઓનું ખૂબ ધ્યાન ખેંચે છે. પરંતુ તેમાંથી શ્રેષ્ઠ શોધવું તે તમે ધારો છો તે કરતાં વધુ મુશ્કેલ છે.
ઘણી એપ્લિકેશન્સ ટ્રાયલ અવધિ દરમિયાન માહિતીપ્રદ સામગ્રી સાથે મફત અજમાયશ પ્રદાન કરે છે. એકવાર ટ્રાયલ અવધિ સમાપ્ત થઈ જાય અને તે એપ્લિકેશનની ખરીદી માટેની ચુકવણી થાય તે પછી સામગ્રીની ગુણવત્તા ઘટે છે અને ગ્રાહકના નાણાકીય નુંકસાનમાં પરિણમે છે અને ગ્રાહક છેતરાયાની લાગણી અનુભવે છે.ગૂગલ ક્લાસ રૂમ, ક્લાસ ટ્રી, Byjus એપ, ખાન એકેડમી, edmodo વગેરે જેવા કેટલાક વિશ્વસનીય પોર્ટલ છે.
- બેંકિંગ એપ્લિકેશન્સ
બેંકિંગ એપ્લિકેશન્સના વિકાસ સાથે, બેંકોની પ્રક્રિયા ઝડપી અને વધુ વિશ્વસનીય બની ગઈ છે અને રેકોર્ડ રાખવા અને પુનઃપ્રાપ્તિ વધુ સરળ બની છે. બેન્કિંગ એપ્લિકેશન્સ વપરાશકર્તાઓને તેમના ખર્ચની ટેવોને વાર્ષિક, માસિક અને દૈનિક ધોરણે સમજવા અને વિશ્લેષણ કરવામાં સહાય કરે છે.
મહિલાઓ ઑનલાઇન વ્યવહારો અને ઑનલાઇન શોપિંગ માટે ઑનલાઇન બેંકિંગ એપ્લિકેશન્સ મારફત ચૂકવણી પર આધાર રાખે છે, તેની બધી હકારાત્મક સુવિધાઓ સાથે એક નકારાત્મક અસર પણ અસ્તિત્વ ધરાવે છે જે સાયબર ગુનેગારો કાયદેસર બેંક વેબસાઇટ્સની જેમ લોગો / ટેક્સ્ટ્સ સાથે વ્યવહારો માટે લિંક સાથે ઇમેઇલ મોકલી શકે છે. જ્યારે તમે આ લિંક્સ દ્વારા ટ્રાંઝેક્શન કરો છો ત્યારે પૈસા સીધા સાયબર ફોજદારીના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવે છે.
- શોપિંગ એપ્લિકેશન્સ
ઑનલાઇન શોપિંગ વેબસાઇટ્સમાં વપરાશકર્તાઓ માટે વધુ સરળતા આપવા માટે હવે મોબાઇલ friendly એપ્લિકેશનો હોય છે. સોશિયલ મીડિયા આકર્ષક શોપિંગ એપ્લિકેશન્સ સાથે વિવિધ શોપિંગ એપ્લિકેશનોની જાહેરાતોથી ઉભરાઈ રહ્યું છે.
જાહેરાતોમાં પ્રદર્શિત કરેલા ઉત્પાદનોની આકર્ષક ઓફરથી મહિલાઓ આકર્ષાય છે. તેઓ ડાઉનલોડ કરતાં પહેલા આ એપ્લિકેશન્સની ગોપનીયતા સેટિંગ્સને પણ તપાસતા નથી. આનાથી મોબાઇલ ફોનમાં સંગ્રહિત તમારી વ્યક્તિગત સંવેદનશીલ માહિતી સાથે ચેડાં થઈ શકે છે. આ એપ્લિકેશન્સ ખરીદી દરમિયાન દર્શાવવામાં આવતા ઉત્પાદનો કરતાં સસ્તા ઉત્પાદનોથી ગ્રાહકને છેતરી પણ શકે છે.
- જોબ પોર્ટલ
ઓનલાઈન જોબ પોર્ટલ તમને વિશ્વભરમાં વર્તમાન ખાલી જગ્યાઓ અને નોકરીની ઑફરો મળશે. તમે આ જોબ પોર્ટલ દ્વારા તમારી નોકરીની અરજી સબમિટ કરી શકો છો અને તમારી અરજી ઉપર તાત્કાલિક ધ્યાન અપાય ટે સુનિશ્ચિત કરી શકો છો. થોડા જાણીતા જોબ પોર્ટલ જેવા કે નોકરી, ટાઇમ્સ જોબ્સ, Indeed, Shine વગેરે છે. અગાઉ જણાવ્યા મુજબ આ તમારી ઓળખ માટે જોખમ પણ લાવી શકે છે.
નોકરી બદલતા લોકોને શોધવા માટે ઓળખ ચોરો મુખ્ય નોકરીની સાઇટ્સને સ્કેન કરે છે. તેઓ તમારી નોકરીની શોધના કીવર્ડ્સ એકત્રિત કરે છે અને તમને નકલી નોકરી ઓફર કરતા કૉલ્સ કરે છે. તેઓ જોબ પોર્ટલમાં તમે બ્રાઉઝ કરેલા કીવર્ડ્સ મુજબ નોકરીનો ઓફ્ફેર કરી તમારો વિશ્વાસ મેળવે છે.
- ચેટિંગ / ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન્સ
આજકાલ ઇ-મેઇલ / એસએમએસ / ઇન્સ્ટન્ટ મેસેજિંગ (આઇએમ) એ મહિલાઓ વચ્ચેના સંચાર માટેના મુખ્ય માધ્યમો છે. સ્માર્ટ ફોનનો ઉપયોગ ન કરતાં હોય તેવા કોઈને શોધવાનું મુશ્કેલ છે. મોબાઈલ આઇએમ(IM) એપ્લિકેશનોએ શોર્ટ મેસેજ સર્વિસ (SMS) ને પાછો પડી દીધો છે.
IM એપ્લિકેશન્સની વપરાશકર્તા માટેની સરળતાને કારણે મહિલાઓ ત્વરિત મેસેજિંગ એપ્લિકેશનોનો ઉપયોગ કરે છે. તેનો ઉપયોગ મિત્રો / કુટુંબીજનોને કૉલ કરવા માટે થઈ શકે છે. તે જૂથ ચેટ્સને પણ મંજૂરી આપે છે. તે ઘણી રીતે ઉપયોગી હોવા છતાં તેમાં ઘણી સુરક્ષા સમસ્યાઓ છે. તમારૂ પ્રોફાઇલ ચિત્ર કોઈપણ દ્વારા જોઈ શકાય છે અને ઉપયોગમાં લઈ શકાય છે. આ તમારી ઓળખ માટે જોખમી બની શકે છે. મોબાઈલ ઇન્સ્ટન્ટ મેસેજ (આઇએમ) એપ્લિકેશન્સ જેમ કે વૉટ્સએપ, વી-ચેટ, અને Line વગેરેનો ઉપયોગ દરેક દ્વારા કરવામાં આવે છે.
- મુસાફરી અને હોટેલ બુકિંગ એપ્લિકેશન્સ
મુસાફરી અને હોટલ બુકિંગ એપ્લિકેશન્સ પ્રસંગોપાત ફ્લાઇટ ટિકિટ અથવા હોટેલ્સ બુક કરતી વખતે કૉમ્બો (સંયુક્ત) ઑફર્સ આપે છે. મોટાભાગની ટ્રાવેલ કંપનીઓ જ્યારે તમે તમારી ટિકિટો પ્રથમ વાર તેમની એપ્લિકેશન દ્વારા કરો છો ત્યારે ડિસ્કાઉન્ટ ઓફર કરે છે. અન્ય મુખ્ય ફાયદો એ છે કે આ મુસાફરી એપ્લિકેશન્સ ઘણીવાર ફ્લાઇટ અને હોટેલ માટેના deals આપે છે જે ફક્ત એપ્લિકેશન્સ માટે જ ઉપલબ્ધ હોય છે.
આ ઓફર જોઈને ઘણા લોકો મુસાફરીની ટિકિટ્સ બુક કરે છે અને આખરે પૈસા ગુમાવે છે કારણ કે ત્યાં તેમના નામ પર બુક કરાયેલ કોઈ ટિકિટ/હોટેલ હોતા નથી. Make my trip, Trivago, Yatra, agoda વગેરે જેવી કેટલીક વિશ્વસનીય એપ્લિકેશનો છે.