સાઇબર ક્રાઇમ નો દર હાલમાં જોખમી રીતે વધી રહ્યો છે અને મહિલાઓ તેનો સૌથી મોટો ટાર્ગેટ બની રહેલ છે. સ્માર્ટ ફોન અને ઇન્ટરનેટ મારફત મહિલાઓ અને છોકરીઓને ભોગ બનાવવાનું આવા લોકો માટે આસાન બની ગયેલ છે. એક સર્વેક્ષણ મુજબ મહિલાઓ દિવસમાં ચાર કલાક કરતાં વધુ સમય મોબાઇલ ફોનનો ઉપયોગ કરે છે અને તેને કારણે તેમને મોબાઇલનું વ્યસન થવાની શક્યતાઓ પુરુષો કરતાં વધુ રહે છે. સામાન્ય રીતે મહિલાઓ કોલ કરવા, ગેમ રમવા અને બીજી પ્રવૃતિઓ કરતાં ઓન લાઇન શોપિંગ અને સોશિયલ નેટવર્કિંગ વેબ સાઇટ માટે સ્માર્ટ ફોનનો ઉપયોગ વધારે કરે છે. આ સાધનોની તેમની પોતાની લાક્ષણિકતાઓ હોય છે પરંતુ સુરક્ષાઓ માટેની સાવધાની જેવી કે સંવેદનશીલ માહિતીઓ આસાનીથી મેળવાની શક્યતાઓ. તેમાં વિવિધ પ્રકારના જોખમો પણ છે જે સ્માર્ટ ફોનના ઉપયોગકર્તાને અનેક રીતે અસર કરી શકે છે. વર્તમાન પરિસ્થિતિઓમાં મહિલાઓ માટે સ્માર્ટ ફોનના વપરાશમાં રહેલ સાઇબર જોખમો અને સ્માર્ટ ફોનના વપરાશથી ઊભા થતાં જોખમો બાબતે જાગૃત હોવું જરૂરી છે.

મોબાઇલ ફોનની સુરક્ષા સામેના જોખમોની શ્રેણીઓ:

મોબાઇલ ઉપકરણ અને માહિતીઓની સુરક્ષા સામેના જોખમો

મોબાઇલ ફોનના અનધિકૃત ઉપયોગ અથવા મોબાઇલ ફોનના ઈરાદાપૂર્વક ભૌતિક પહોચથી ઊભા થતાં જોખમો અને ખોવાયેલા અથવા તો ચોરાઇ ગયેલ મોબાઇલના ઉપયોગથી ઊભા થતાં જોખમો.

ખોવાયેલા અથવા તો ચોરાઇ ગયેલ મોબાઇલ ઉપકર

આજકાલ સ્માર્ટ ફોન વ્યક્તિગત જીવનના અનિવાર્ય ભાગ બની ગયા છે. જો કોઈ પણ સંજોગોવશાત આપણે આપણો મોબાઇલ ફોન ગુમાવી દઈએ તો તેની અંદરની સંવેદનશીલ માહિતીઓ સાઇબર કેમિનલ સુધી પહોંચી જવાનું જોખમ રહે છે. સ્માર્ટ ફોનમાં રહેલી વિવિધ મોબાઇલ એપ્લિકેશન્સ મારફત વ્યક્તિની ઉમર, જાતિ, તેનું સ્થાન, અન્ય પ્રવૃતિઓમાં રસ, વ્યક્તિની તબીબી પરિસ્થિતી જો તે કોઈ રોગ થી પીડાતો હોય તો તેની માહિતી કે જો વપરાશકર્તા બાળક જન્મવાની આશા રાખતું હોય તો તે માહિતી સુધ્ધાં મળી રહે છે.

તમારા મોબાઇલ ફોનને ખોલવા (અનલોક) કરવા માટે હંમેશા પાસવર્ડ અથવા તો બાયો મેટ્રિક્સ પધ્ધતિનો ઉપયોગ અવશ્ય રાખો.

તમારા સીમ કાર્ડને લોક કરવા માટે સીમ લોકને કાર્યાન્વિત કરો કારણ કે ભલે તમે તમારા ફોનને લોક કરેલ હોય પણ જો ફોન ખોવાઈ જાય તો તેવા સંજોગોમાં તમારા સીમ કાર્ડ સુધી પહોંચવું આસાન હોય છે.

  • અગત્યની માહિતીઓ સુધીની પહોંચ.

માહિતીઓ માટેની સુરક્ષાનો અભાવ અથવા તો માહિતી જાહેર થઈ જવા સામેની સુરક્ષાનો અભાવ. આના કારણે વ્યક્તિગત ઓળખાણ સામે જોખમ ઊભું થાય છે. તમારી અંગત બૅન્કને લગતી માહિતી સામે ખતરો ઊભો થાય છે.

મોબાઇલ ફોનમાં અગત્યની માહિતીઓ જેવી કે તમારા ક્રેડિટ કાર્ડ અને બૅન્ક કાર્ડના પાસવર્ડ ન રાખવી સલાહ ભરેલી છે. કોઈ પણ એપ્લિકેશનનો ઉપયોગ કર્યા બાદ તેમાથી લૉગ આઉટ કરવાનું હંમેશા યાદ રાખો.

સુરક્ષિત મોબાઇલ કનેક્ટિવિટી બાબતના જોખમ

મોબાઇલ ફોનને બ્લુટૂથ, Wi-Fi, યુએસબી જેવી ટૅક્નિક વડે અજ્ઞાત સિસ્ટમ, ફોન અને નેટવર્ક સાથે જોડવાથી ઊભા થતાં જોખમો.

ઓપન Wi-Fi.

મોટા ભાગે ઓપન Wi-Fi નેટવર્ક સાથે જો મોબાઇલ ફોનને જોડવામાં આવેલ હોય તો ઘણા જોખમો ઊભા થાય છે. તેથી જ ઓપન Wi-Fi નેટવર્ક સાથે જોડાયેલ મોબાઇલ ફોન મારફત કોઈ પણ પ્રકારના બૅન્કના કામકાજ અથવા તો કોઈ અગત્યની સંવેદનશીલ માહિતીની આપ લે ન કરવું હિતાવહ છે. તમારા મોબાઇલ ફોનનું બ્લુટૂથ કનેક્શન ઇનવીઝીબલ મોડ ઉપર રાખવું હિતાવહ છે સિવાય કે તમે કોઈને તમારા મોબાઇલ અથવા તો લેપ ટોપ સાથે કનેક્ટ કરવા માંગતા હોવ. જો કોઈ અજાણ્યો તમારા મોબાઇલ અથવા તો લેપ ટોપ સાથે બ્લુટૂથ મારફત જોડાવા માંગતો જણાય તો તમે બ્લુટૂથ કવરેજની મર્યાદા બહાર જતાં રહો જેથી બ્લુટૂથ આપોઆપ ડિસકનેક્ટ થઈ જશે.

ઓપન Wi-Fi નેટવર્ક સાથે જોડાયેલા હોવ ત્યારે નાણાકીય, તબીબી અને વ્યાપારિક કામકાજ કરવાનું ટાળો. જો કરવું જ પડે તેમ હોય તો VPN મેળવો અથવા તો સુરક્ષિત નેટવર્કનો ઉપયોગ કરો.

ઓપન Wi-Fi નેટવર્ક સાથે જોડાયેલા હોવ ત્યારે કોઈ પણ પ્રકારના પાસવર્ડ કે સંવેંદનશીલ માહિતીનો ઉપયોગ કરવાનું ટાળો.

ફિશિંગ ઈ- મેઈલ્સ

ઈ-મેઇલ વપરાશકર્તાઓ અવારનવાર એવા ઈ-મેઇલના ભોગ બને છે જે વિશ્વાસપાત્ર સ્ત્રોત જેમ કે બૅન્ક અને વ્યાપારી તરફથી આવેલ હોવાનું જણાય છે. બનાવટી ભાષાના વપરાશથી એક તાકીદ ઊભી કરવામાં આવેલ હોય છે જે મેળવનારને તાત્કાલિક નિર્ણય કરવા પ્રેરે છે. તેઓ સાથે આપેલી લિન્ક ઉપર ક્લિક કરે છે અને બિન વિશ્વાસપાત્ર સાઇટ સાથે ડેટા શેર કરે છે, ડેટાને દૂષિત કરે તેવા એટેચ્મેંટ્સ ડાઉનલોડ કરી લે છે અથવા તો દૂષિત ઈ-મેઇલ શેર કરે છે.

આવેલ ઈ-મેઇલને હંમેશા ચેક કરો. મોકલનારનું નામ ખાસ જુઓ. બૂકમાર્ક્સ અથવા URL એડ્રૈસ બાર મારફત મોકલનારની વેબસાઇટની મુલાકાત લો.. ડાઉનલોડ કરવા જોગ દરેક ફાઇલને વિશ્વાસપાત્ર એંટિવાઇરસ પ્રોગ્રામથી સ્કૅન કરો.

એસએમએશીંગ મેસ્સેજિસ

ઉપરના બધા જ નિયમો ટેક્સ્ટ મેસેજિસને પણ લાગુ પડે છે. જો તમને મેસજ મોકલનારના ઈરાદાઓ અથવા તેની ઓળખાણ વિષે કઈ શંકાસ્પદ જણાય તો ફોન મારફત મોકલનારનો સંપર્ક કરી જાણી લો કે તેના મારફત આવો કોઈ મેસજ મોકલવામાં આવ્યો છે કે કેમ. બૅન્કનો સંપર્ક કરો પણ તમારી રોજીંદી રીતે. મેસજમાં આપેલ કોઈ પણ લિન્ક ઉપર ક્લિક કરશો નહીં.

નબળી અધિકૃતતા

ગુનેગારોને નબળી અધિકૃતતા ધરાવતી મોબાઇલ પેમેંટ સિસ્ટમ ખાસ પ્રિય હોય છે. તમે જે પણ પેમેંટ સિસ્ટમનો ઉપયોગ કરતાં હોવ તે, જેમ કે ઈ-કોમર્સ, બ્રાઉઝર એપ્લિકેશન અને વર્ચ્યુઅલ વોલેટ વિ. તેને માટે મલ્ટી ફેક્ટર અધિકૃતતા અને મલ્ટી લેવલ એંક્રિપ્શન હોવા જરૂરી છે. દા.ત. સુરક્ષિત પધ્ધતિમાં યુઝર ID, પાસવર્ડ અને સિક્યોરિટી ઇમેજની ખાતરી કરવાની જરૂર પડશે અથવા તો PIN/OTP એટ્લે કે મોબાઇલ ઉપર આવેલ પાસવર્ડનો ઉપયોગની જરૂર પડશે. સૌથી સુરક્ષિત પધ્ધતિ તમારા ક્રેડિટ કાર્ડના ડેટાને ટોકનમાં પરિવર્તિત કરવાની છે જેથી તે બીજી કોઈ અન્ય જગ્યાએ વાંચી શકાશે નહીં.

મોબાઇલ એપ્લિકેશન અને ઓપરેટિંગ સિસ્ટમની સુરક્ષા સામેનું જોખમ.

મોબાઇલ એપ્લિકેશન અને ઓપરેટિંગ સિસ્ટમની નબળાઈઓથી ઊભા થતાં જોખમો.
આપણે જ્યારે પણ કોઈ ફ્રીમાં થતી એપ્લિકેશન ડાઉનલોડ કરીએ છીએ ત્યારે તેના પ્રાઇવસી સેપીટિંગ્સની ચકાસણી કરતાં નથી અને ડાઉનલોડ કરીને તેને અનુમોદન આએ છે.

એવી ઘણી એપ્લિકેશન છે જે તમે મોબાઇલમાં ડાઉનલોડ કરો તે પછી તમારા અગત્યના ડેટાની ચોરી કરે છે જે માલવેર એપ્લિકેશન તરીકે ઓળખાય છે.

મોબાઇલ ફોનમાં અથવા તો લેપ ટોપમાં અનઅધિકૃત સ્ત્રોત મારફત કોઈ પણ પ્રકારની માહિતી ડાઉનલોડ કરવાનું ટાળો. કોઈ પણ એપને પરમિશન આપતા પહેલા વિચારો. ફ્લેશ લાઇટને તમારા મોબાઇલ ઉપકરણનું લોકેશન જાણવાની શું જરૂર હોઈ શકે?


જો કોઈ એપને તમારી અગત્યની માહિતીનો ઉપયોગની જરૂર ન હોય ત્યારે તેને પરમિશન આપવાનું ટાળો.

મોબાઇલ ફોનના જોખમોની લાક્ષણિક અસરો.

  • વપરાશકર્તાની સંઘરેલી /પ્રસારિત કરેલી અગત્યની માહિતીઓ / ડેટા જાહેર થવા અથવા તો ચોરી થવા.
  • દૂષિત સોફ્ટવેર મારફત ઊંચા દર ધરાવતા SMS અથવા ફોન કોલથી થતું આર્થિક નુકસાન.
  •  પ્રાઇવસી ઉપરનું જોખમ કે જેમાં વપરાશકર્તાના મોબાઇલનું લોકેશન અને વપરાશકર્તાની જાણ બહાર થતાં SMS અને ફોન કોલ્સ.
  •  મોબાઇલ ફોન ઉપરનો કંટ્રોલ ગુમાવી દેવો અને નક્કી કરેલ હુમલાઓ માટે હાથા બનવું.
Page Rating (Votes : 2)
Your rating: