ઑનલાઇન કૌભાંડ એ પૈસા મેળવવા માટે તમને ફસાવવાનો પ્રયાસ છે. ઘણા પ્રકારના ઑનલાઇન કૌભાંડો છે; આમાં નકલી નામો, નકલી ફોટાઓ, નકલી ઇમેઇલ્સ, બનાવટી દસ્તાવેજો, બનાવટી નોકરીની ઑફર્સ અને અન્ય ઘણાં પ્રકારો સામેલ છે.

સામાન્ય રીતે, તે તમારી વ્યક્તિગત વિગતો જેમ કે ઑનલાઇન બેંકિંગ વિગતો, ક્રેડિટ કાર્ડની વિગતો સહિતના નકલી ઇ-મેઇલ મોકલીને થાય છે. જ્યારે તમે ઑનલાઇન હરાજીમાં ભાગ લેતા હોય ત્યારે કેટલીકવાર લોટરી કંપનીઓ મારફત નકલી નોટિસવાળા ઇ-મેઇલ મોકલવામાં આવે છે, અને નકલી ભેટો માટે ઈ-મેઈલ્સ પ્રાપ્ત કરો છો. સાઈબર ગુનેગારો નિષ્ક્રીય અને ગૂંચવણવાળા લોકોને ડુપ્લિકેટ કરવા માટે સામાજિક મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે.

કેવી રીતે કૌભાંડીઓ સ્ત્રીઓને લક્ષ્ય બનાવે છે

 • ડેટિંગ અને રોમાન્સ કૌભાંડો

આ મોટાભાગે ઑનલાઇન ડેટિંગ વેબસાઇટ્સ દ્વારા થાય છે, પરંતુ સ્કેમર્સ સંપર્ક કરવા માટે સામાજિક મીડિયા અથવા ઇ-મેઇલનો ઉપયોગ પણ કરી શકે છે. તેઓ તેમના લક્ષ્યને પ્રથમ રજૂઆત તરીકે ટેલિફોન કરવા માટે પણ જાણીતા છે. આ કૌભાંડો 'કૅટફિશિંગ' તરીકે પણ ઓળખાય છે. સ્કેમર્સ સામાન્ય રીતે તમને આકર્ષિત કરવા માટે નકલી ઑનલાઇન પ્રોફાઇલ્સ બનાવે છે. તેઓ કાલ્પનિક નામનો ઉપયોગ કરી શકે છે અથવા વાસ્તવિક, વિશ્વસનીય લોકો જેવા કે લશ્કરી કર્મચારીઓ, સહાય કામદારો અથવા વિદેશમાં કામ કરતા વ્યાવસાયિકોની ખોટી ઓળખાણનો ઉપયોગ કરી શકે છે. તેઓ પ્રમાણમાં ટૂંકા ગાળામાં તમારા માટે સઘન લાગણીઓ વ્યક્ત કરશે. તમારી રુચિ અને વિશ્વાસ મેળવવા માટે તેઓ લાંબો સમયગાળો પણ લઈ શકે જેમ કે પ્રેમાળ શબ્દો સાથે તમને લલચાવવા, 'વ્યક્તિગત માહિતી' શેર કરવી અને તમને ભેટ પણ મોકલવી.

એકવાર તેઓ તમારો વિશ્વાસ મેળવી લે અને તમારી સુરક્ષા ઓછી થઈ જાય, તે પછી તેઓ સીધા અથવા તો આડકતરી રીતે પૈસા, ભેટો અથવા તમારા બેંકિંગ / ક્રેડિટ કાર્ડની વિગતો પૂછશે. તેઓ સંભવતઃ તમારા અંગત ચિત્રો, અથવા વિડિઓ મોકલવા માટે પણ કહી શકે છે.

 • લોટરી કૌભાંડ

કેટલીકવાર તમને એક ઇમેઇલ/એસએમએસ પ્રાપ્ત થાય છે જેમ કે "તમે લોટરી જીતી લીધી છે" આવી પ્રકારની મેઇલ/SMS પ્રાપ્ત કરવાનું એક સરસ વસ્તુ છે, અને ખરેખર તે એક સારી વસ્તુ છે. આવા પ્રકારનાં મેલ્સ / SMSનો જવાબ આપીને મોટા પ્રમાણમાં પૈસા ગુમાવવણો વારો આવશે. કારણ કે આ ઈ-મેલ્સ/SMS સાચા નથી હોતા, સ્કેમર્સ મૂર્ખ બનાવવાનો પ્રયત્ન કરે છે અને પૈસા મેળવવા માટે તમને ફસાવવા પ્રયત્ન કરે છે.

 • નકલી ક્વિઝ જે તમારી માહિતી મેળવે છે.

મૂવીઝ અથવા વિડિઓ ગેમ્સ દ્વારા પ્રેરિત પોસ્ટ્સ અને ક્વિઝ તમે જોયેલા જ હશે. મૂળભૂત રીતે, તમે કેટલાક પ્રશ્નોના જવાબ આપો છો અને પછી ક્વિઝ તમને તમે કયા મૂવી પાત્ર કે કોઈ અન્ય વ્યક્તિત્વ સાથેની આકારણી જણાવે છે. ઘણીવાર, આ ક્વિઝ ગોપનીયતા કૌભાંડો માટેના મુખોટા હોય છે જે તમારા જવાબો એકત્રિત કરે છે અને પછી તેને અન્ય કોઈ પાર્ટીને વેચી દે છે. આમાંની ઘણી ક્વિઝ, ક્વિઝ કરવા માટે "ફેસબુક સાથે લૉગ-ઈન કરો"ના બટન સાથે આવે છે. આમ, તમારી બધી મહત્વપૂર્ણ માહિતી જેવી કે ઇમેઇલ્સ, સ્થાન, ભાષા, નોકરી વગેરે ઘણી બધી માહિતી વેબસાઈટ/ એપ્લિકેશનને આપે છે.

 • ઇ-મેઇલ સ્કેમ જેવા કે-અભિનંદન તમે વેબકેમ, ડિજિટલ કેમેરા, અથવા અવિશ્વસનીય રકમ વગેરેના રોકડ ઇનામ જીત્યા છે.


કેટલીકવાર તમને કોઈ સંદેશ સાથે ઈ-મેલ મળે છે - તમે ડિજિટલ કૅમેરા વેબકેમ જેવું વિશેષ કંઈક જીતી લીધું છે, તમારે ફક્ત નીચે આપેલ લિંકને ક્લિક કરીને અમારી વેબ સાઇટની મુલાકાત લેવાની જરૂર છે અને શિપિંગ અને મેનેજિંગ ખર્ચને આવરી લેવા માટે તમારા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડની વિગતોને પ્રદાન કરવાનું જણાવવામાં આવે છે. જો કે વસ્તુ ક્યારેય આવતી નથી પરંતુ કેટલાક દિવસો પછી તમારા બેંક એકાઉન્ટ પર શુલ્ક વસૂલ કરેલું બતાવવામાં આવશે અને તમે પૈસા ગુમાવશો.

 • કર કૌભાંડ


પીડિતનો સંપર્ક કોઈ સરકારી એજન્સીના કર્મચારી હોવાના ઓઠા હેઠળ કરવામાં આવે છે જે મુજબ કોઈ સરકારી કર બાકી હોવાનું અને ધરપકડ, દેશનિકાલ અથવા ડ્રાઇવિંગ લાયસન્સ/પાસપોર્ટ રદ કરવાનું ટાળવા માટે તાત્કાલિક ચુકવણી કરવાનું જણાવવામાં આવે છે. પીડિતોને કર ભરવા માટે મની ટ્રાન્સફર મોકલવા અથવા પ્રિ-લોડ થયેલા ડેબિટ કાર્ડ ખરીદવાની સૂચના આપવામાં આવે છે. કોઈ પણ સરકારી એજન્સીઓ બિલને મેઇલ કર્યા વગર તાત્કાલિક ચૂકવણી માંગતી નથી અને ફોન કરતી નથી.. સામાન્ય રીતે આવી વેબસાઇટ્સ સત્તાવાર વેબસાઇટ્સ જેવી જ લાગે છે અને લેવી ઇનકમ ટૅક્સના ઇલેક્ટ્રોનિક મોડ દ્વારા રિફંડ માટે ક્રેડિટ કાર્ડની વિગતો, એટીએમ ના CVV PIN અને કરદાતાઓની અન્ય અંગત વિગતો માંગે છે. .

 • Passive નકલી મિત્રો અને અનુયાયીઓ કે જે તમારા એકાઉન્ટનું નિરીક્ષણ કરે છે

સોશિયલ મીડિયામાં તમારા એવા મિત્રો હોઈ શકે જેમની તમે ખરેખર ક્યારેય મુલાકાત લીધી નથી અને તેઓ કોણ છે તે તમે જાણતા નથી. ગુનાખોરો તમારી આ બેદરકારીના કારણે તમારા મિત્ર બની અને પછી માહિતી એકત્રિત કરવા અને તમે શું કરી રહ્યાં છો તે જોવા માટે તમારા એકાઉન્ટનું નિરીક્ષણ કરી શકે છે. ખાસ કરીને, તેઓ તમારા ઘરની બહારના, શહેર અથવા દેશની બહાર વેકેશન ફોટાઓની શોધમાં રહેશે, જેનો અર્થ છે કે તમારું ઘર સંભવતઃ ખાલી છે અને તે ચોરી કરવા માટે યોગ્ય છે.

 • મની ફ્લિપિંગ કૌભાંડો

આ પ્રકારના કૌભાંડો ખાસ કરીને Instagram પર જોવા મળે છે. મની ફ્લિપિંગ કૌભાંડો વપરાશકર્તાને જો તે પ્રારંભિક રોકાણ તરીકે નાની રકમ જમા કરાવે તો તેની સામે મોટા વળતરની આશા આપીને કામ કરે છે. રોકાણ પર 10 ગણું વળતર મેળવવા માટે વિનિમય દરો અને શેરના ભાવમાં ફેરફાર કેવી રીતે કરવો તે અંગે આંતરિક જ્ઞાન સાથે, સ્કેમર નાણાકીય સલાહકાર અથવા ઇન્ટરનેટ માર્કેટિયર હોવાનો દાવો કરે છે. અને તમારે માત્ર એટલું જ કરવાનું છે કે, કેટલાક પૈસા જમા કરવા, સામાન્ય રીતે લઘુતમ રકમ.

 • નકલી નોકરીની ઓફર

સોશિયલ મીડિયા પરના વપરાશકર્તાઓ મુખ્યત્વે તેમની નોકરી આપતી સંભવિતતાઓને સુધારવા માટે છે, તેથી નોકરીની ઓફર મેળવવી તે સામાન્ય બાબત છે. જો કે, કેટલાક સ્કેમર્સ તમને ફક્ત થોડા અઠવાડિયા માટે જ નોકરી આપે છે, ફક્ત તમારા પ્રથમ પગાર પહેલા થોડા દિવસોમાં જ તમને નોકરીમાથી કાઢી મૂકે છે. સામાન્ય રીતે, આ નકલી નોકરી તમને ઘરેથી કામ કરવાની તક આપે છે અને તે પણ મોટા પગાર પેકેજ સાથે આવે છે. અન્ય કિસ્સાઓમાં, આ પ્રોજેક્ટ-આધારિત કાર્ય હોઈ શકે છે, તેથી તમારે પહેલા કાર્ય કરવું પડશે, અને પછી જ તમને ચૂકવણી કરવામાં આવશે. તમે કલ્પના કરી શકો કે પગાર ક્યારેય આવતો નથી.

 • ચેરિટી કૌભાંડ

પીડિત વ્યક્તિને તાજેતરમાં બનેલ કોઈ ઘટના અથવા કટોકટી જેવા કે પૂર, ચક્રવાત, અથવા કોઈ તાજેતરના વર્તમાન અકસ્માતના પીડિતોને મદદ કરવા માટે કોઈ વ્યક્તિના અંગત ખાતામાં મની ટ્રાન્સફર દ્વારા મોકલવા માટે દાન માટે પૂછતા દાન માટે ઇમેઇલ, મેઇલ અથવા ફોન દ્વારા સંપર્ક કરવામાં આવે છે. કાયદેસરના ચેરિટી સંગઠનો મની ટ્રાન્સફર સર્વિસ દ્વારા કોઈ અંગત વ્યક્તિને દાનની રકમ મોકલવા માટે ક્યારેય કહેશે નહીં.

 • મિલકત ભાડે રાખવાનું કૌભાંડ

વ્યકિત મિલકત ભાડે રાખવા માટે થાપણ માટે નાણાં મોકલે છે અને મિલકત સુધી ક્યારેય પહોંચી શકતો નથી. અથવા તો પીડિત મિલકતના માલિક પણ હોઈ શકે છે જેને ભાડૂત પાસેથી ચેક મોકલવામાં આવે છે અને મની ટ્રાન્સફરનો ઉપયોગ કરીને રકમનો અમુક ભાગ પરત મોકલવાનું કહેવામા આવે છે પણ તેમણે આપેલો ચેક બાઉન્સ થાય છે.

 

 

ઑનલાઇન સ્કેમ્સ અટકાવવા માટેના સૂચનો

 • કૌભાંડો થઈ શકે છે તે હકીકતથી સાવચેત રહો.

જ્યારે પણ અજાણ લોકો અથવા વ્યવસાયોમાથી સંપર્ક કરવામાં આવે પછી ભલે તે ફોન પર હોય, મેલ દ્વારા, ઇમેઇલ દ્વારા, વ્યક્તિગત રૂપે અથવા સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર હોય હંમેશાં એવી શક્યતાને ધ્યાનમાં લો કે આ એક કૌભાંડ હોઈ શકે છે. યાદ રાખો, જો તે સાચું હોવા માટે વધારે પડતું સારું હોય તો તે સંભવતઃ છે.

 • તમે કોની સાથે વ્યવહાર કરી રહ્યાં છો તે જાણો.

જો તમે કોઈને ઑનલાઇન મળ્યા છો અથવા વ્યવસાયની કાયદેસરતા વિશે અચોક્કસ છો, તો થોડુ વધુ સંશોધન કરવા થોડો સમય લો. ફોટા પર ગૂગલ ઇમેજ સર્ચ કરો અથવા અન્ય લોકો માટે ઇંટરનેટ સર્ચ કરો જેણે તેમની સાથે સોદા કર્યા હોય.

 • ખાતરી કરો કે બેંક તરફથી ઇમેઇલ પ્રાપ્ત થયો છે કે નહીં

બેંકની વિગતો ઑનલાઇન પૂરી પાડતી વખતે સાવચેત રહો. તમે પ્રાપ્ત કરેલા ઇમેઇલ બાબતે આગળ વધતાં પહેલા તેના વિશે બેંક સાથે વધુ પુષ્ટિ કરો. વિચાર કરો કે કે જો કંઈક મહત્વપૂર્ણ અથવા અગત્યનું છે, તો ઇમેઇલ મોકલવાને બદલે બેંક મને કેમ કૉલ કરતું નથી?

 • શંકાસ્પદ ટેક્સ્ટ્સ, પૉપ-અપ વિંડોઝ ખોલો અથવા ઇમેઇલ્સમાં લિંક્સ અથવા જોડાણો પર ક્લિક કરશો નહીં - તેમને કાઢી નાખો

 જો તમે અચોક્કસ હોવ, તો ફોન બુક અથવા ઑનલાઇન શોધ જેવા સ્વતંત્ર સ્રોત દ્વારા સંપર્કની ઓળખને ચકાસો. તમને મોકલેલા સંદેશમાં પ્રદાન કરેલ સંપર્ક વિગતોનો ઉપયોગ કરશો નહીં.

સોશિયલ મીડિયા પર તમારી ગોપનીયતા અને સુરક્ષા સેટિંગ્સની સમીક્ષા કરો.

જો તમે ફેસબુક જેવા સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સનો ઉપયોગ કરો છો, તો સાવચેત રહો કે તમે કોની સાથે સંપર્ક કરો છો અને તમારી ગોપનીયતા અને સલામતી સેટિંગ્સનો ઉપયોગ સુરક્ષિત રહેવા માટે કેવી રીતે કરવો તે સુનિશ્ચિત કરો. જો તમને શંકાસ્પદ વર્તન જણાય તો સ્પામ પર ક્લિક કરો અથવા તમારી સાથે ઑનલાઇન સ્કેમ થયું છે, તો તમારા એકાઉન્ટને સુરક્ષિત કરવા માટે પગલાં લો અને તેની જાણ કરવાની ખાતરી કરો.

તમે ઇમેઇલ દ્વારા પ્રાપ્ત કરેલ ઉત્પાદન વિશે સાવચેત રહો

ડિસ્કાઉન્ટેડ ભાવે તમે જે ઉત્પાદનો મેળવો છો તે વિશે જાગૃત રહો. જ્યારે તમે કોઈપણ ઑનલાઇન શોપિંગ અથવા હરીફાઈમાં ભાગ લીધો નથી તો તમને ઉત્પાદનો માટે ઇમેઇલ શા માટે પ્રાપ્ત થયો તે વિચારો.

 • લોટરી / જોબ કૌભાંડમાં ફસાશો નહીં

સ્કેમર્સ અને ઇ-મેલ્સ દ્વારા તમે જીત્યા છો તેવી પંક્તિઓથી ફસાઈ જશો નહીં, વિચારો કે શા માટે ફક્ત તમે જ તમારી સહભાગીતા વિના ઇ-મેઇલ પ્રાપ્ત કરો છો.

 • ઑનલાઇન ખરીદી કરતી વખતે સાવચેત રહો

વધુ પડતી સારી ઓફ્ફેર કે જે સાચી હોય શકે નહીં તેવી ઓફરથી સાવચેત રહો. હંમેશાં ઑનલાઇન શોપિંગ સેવાનો ઉપયોગ કરો જે તમે જાણો છો અને વિશ્વાસ કરો છો.

Page Rating (Votes : 1)
Your rating: