ફિશીંગ એ ઇલેક્ટ્રોનિક કમ્યુનિકેશન જેમ કે ઈ-મેઇલ મારફતે વિશ્વાસપાત્ર હોવાની ઓળખ સ્થાપિત કરી વપરાશકર્તાના નામ, પાસવર્ડ્સ, PIN, બેંક એકાઉન્ટ, ક્રેડિટ કાર્ડની વિગતો જેવી માહિતી મેળવવાનો પ્રયાસ કરવાનો એક રસ્તો છે.

ફિશીંગ સામાન્ય રીતે ઇ-મેલ હેકિંગ અથવા ઇન્સ્ટન્ટ મેસેજિંગ દ્વારા કરવામાં આવે છે અને તે ઘણીવાર તમને નકલી વેબસાઇટ પર અગત્યની વિગતો દાખલ કરવા માટે પ્રેરિત કરે છે જે કાયદેસર વેબસાઇટ જેવી જ હોય છે. ફિશીંગ એ વપરાશકર્તાઓને છેતરવા માટે ઉપયોગમાં લેવામાં આવતી સામાજિક ઇજનેરી તકનીકનું ઉદાહરણ છે.

ફિશિંગ ઇ-મેઇલ સંદેશ કેવો દેખાય છે? વિગતવાર ….

ફિશર સ્ત્રીઓને કેવી રીતે લક્ષ્ય બનાવે છે?

ફિશીંગ હુમલાઓ દ્વારા મહિલાઓના શોષણનું પ્રમાણ ઘણું ઊંચું છે અને તે વ્યક્તિની સંપૂર્ણ સુરક્ષા સામેનું મુખ્ય જોખમ છે. અહીં અમે કેટલાક માર્ગો રજૂ કરીએ છીએ જે મુજબ સ્ત્રીઓ સાથે ફિશિંગ થઈ શકે છે. ફિશેર એવી સ્ત્રીઓને લક્ષ્ય બનાવે છે, જેમને કોસ્મેટિક્સ, વજન ઘટાડવા માટેના પ્રોગ્રામ્સ, પેરેંટલ કેર એપ્લિકેશન્સ, એકાઉન્ટ બંધ કરવાની ધમકી ભરેલા મેઇલ્સ વગેરે જેવી કેટલીક નબળાઈઓ હોય છે.

સૌંદર્ય પ્રોડક્ટ્સ પર આકર્ષક ઑફર:

ફિશેર્સ ઑનલાઇન શોપિંગ પોર્ટલમાં શોપિંગ તરફના વલણો માટે સામાન્ય રીતે તપાસ કરે છે. તે માહિતી સાથે તેઓ ફિશીંગ ઇમેઇલ્સ મોકલે છે જે તેમનું ધ્યાન ખેંચે છે. તેઓ સૌંદર્ય ઉત્પાદનો માટેના ઇમેઇલ્સમાં ગ્રાફિક્સનો ઉપયોગ કરીને વિશ્વાસપાત્ર રીતે ઑફર કરે છે જે કાયદેસર વેબસાઇટ્સની સમાન લાગે છે પરંતુ વાસ્તવમાં તે તમને નકલી છેતરામણી સાઇટ્સ અથવા કાયદેસર દેખાતી પૉપ-અપ વિંડોઝ પર લઈ જાય છે. સૌંદર્ય પ્રસાધનો માટે મોટાભાગની સ્ત્રીઓ લોભી હોય છે અને ફીશર્સ દ્વારા ચલાવવામાં આવતી યુક્તિમાં ફસાઈ જાય છે. તેઓ ઓફર મેળવવા અને ઉત્પાદન ખરીદવા માટે લિંક પર ક્લિક કરે છે. અને આખરે તેઓ તેમની સંવેદનશીલ અગત્યની વ્યક્તિગત માહિતીને જાહેર કરે છે જે વધુ સમસ્યાઓ તરફ દોરી શકે છે.

પેરેંટલ કેર/શૈક્ષણિક એપ્લિકેશન્સનું મફત ઇન્સ્ટોલેશન:

માતાઓ હંમેશાં તેમના બાળકો માટે શ્રેષ્ઠ શોધતી હોય છે. ફીશર્સ નાના બાળકો અને નવજાત બચ્ચાઓની માતાઓને યુક્તિથી ફસાવવાનો પ્રયાસ કરે છે. આ અમુક લોકપ્રિય વેબસાઇટ્સને હેક કરીને અથવા મફત એપ્લિકેશન ઇન્સ્ટોલેશનની લિંક સાથે ઇમેઇલ મોકલીને થઈ શકે છે. તેઓ એવા વેબ સરનામાંઓનો ઉપયોગ કરે છે કે જે જાણીતા કંપનીઓના નામની સમાન હોય છે પરંતુ સહેજ બદલાયેલા હોય છે. આ ઇ-મેઇલમાં માતાનું ધ્યાન કેન્દ્રિત કરવા માટે માતાપિતાની સલાહ વિશેની માહિતી હશે.

  • તેઓ જે ઓફર કરે છે તે સંપૂર્ણ શૈક્ષણિક સામગ્રી ચકાસ્યા સિવાય ખરીદી કરવાનું ટાળો.
  •  અન્ય વપરાશકર્તાઓ દ્વારા આપવામાં આવતી સમીક્ષાને ધ્યાને લઈ સારી રીતે જાણીતી શૈક્ષણિક એપ્લિકેશનો માટેનો સારો વિકલ્પ પસંદ કરો.
  • પેરેંટલ કેર એપ્લિકેશનો સાથેના ફિશિંગ ઇ-મેઇલ્સથી સાવચેત રહો.

ધમકી ભરેલા મેઇલ:

કેટલીકવાર તમને ધમકી ભરેલા મેઇલ મળી શકે છે કે જો તમે કોઈ ઈ-મેલ મેસેજનો જવાબ ન આપો તો તમારું વેબમેઈલ એકાઉન્ટ બંધ કરવામાં આવશે. ઉપર બતાવેલ ઈ-મેલ મેસેજ એ જ યુક્તિનું ઉદાહરણ છે. સાયબરક્રિમિનલ્સ ઘણી વાર તકનીકોનો ઉપયોગ કરે છે જેથી તમે માની જાવ કે સુરક્ષા સાથે સમાધાન કરવામાં આવ્યું છે. સાયબર ક્રિમીનલ્સ તમને ફોન પર તમારા કમ્પ્યુટરની સમસ્યાઓને ઉકેલવામાં અથવા તમને સૉફ્ટવેર લાઇસન્સ વેચવામાં સહાય માટે ઑફર કરે છે.

તે કેવી રીતે થઈ શકે?

પગલું 1:

બ્રાઉઝરમાં URL ની ફેર તપાસ કરો.
સંખ્યાઓથી શરૂ થતી વેબસાઇટ્સમાં તમારી માહિતી દાખલ કરશો નહીં

પગલું 2:

હંમેશાં ખોટી જોડણીવાળા URLની ચકાસણી કરો. તેથી જ સરનામુ હંમેશાં URLમાં લખો, કૉપિ અને પેસ્ટ કરશો નહીં.


પગલું 3:

ઑનલાઇન બેંકિંગ હંમેશાં સલામત ચેનલમાં કરો દા.ત. પૅડલોકની ચકાસો અને સુરક્ષિત બેંકિંગ માટે ચેનલને સુરક્ષિત કરો. હંમેશા વિશ્વસનીય વેબસાઇટનો ઉપયોગ કરો કે જેમાં https અને પેડલોક હોય.

પગલું 4:

નાણાકીય અથવા અન્ય વ્યક્તિગત માહિતી માટેના ઈ-મેઇલ હંમેશા શંકા સાથે જુઓ ખાસ કરીને "તાકીદ" ધરાવતી વિનંતીઓ. જ્યારે શંકા હોય ત્યારે, શંકાસ્પદ ઇમેઇલનો જવાબ આપશો નહીં અથવા શંકાસ્પદ વેબસાઇટ્સ પર માહિતી દાખલ કરશો નહીં. તમે પ્રાપ્ત કરેલા સંચારની કાયદેસરતાની પુષ્ટિ કરવા માટે તમે કથિત પ્રેષકનો સંપર્ક પણ કરી શકો છો. ફિશીંગ સાઇટનું ઉદાહરણ, પંજાબ રાષ્ટ્રીય બેંકનો દેખાવ સમાન છે.

પગલું 5:

એવી ઇમેઇલ્સનો ક્યારેય જવાબ આપશો નહીં કે જે તમારી વ્યક્તિગત માહિતી જેવી કે કાર્ડ/ડેબિટ કાર્ડ / બેંક જાહેર કરવાનું કહે છે.

હેલ્લો!
સલામતીના પગલાંના ભાગરૂપે અમે નિયમિતરૂપે ફેસબુક ઉપરની પ્રવૃતિઓ ઉપર નજર રાખીએ છે. તમારા અકાઉંટના પ્રશ્નો બાબતે હાલમાં જ આપનો સંપર્ક કરવામાં આવ્યો હતો.
અમારી સિસ્ટમ મારફત તમારા ફેસબુક અકાઉંટમાં અસામાન્ય કોપી રાઇટ પ્રવૃતિ થયેલ હોવાનું જણાયેલ છે. કૃપા કરીને કાયદેસરના કોપી રાઇટ ફોર્મ માટે નીચે આપેલ લિન્કને અનુસરો.
http://www.facebook.com/application.form   
નોંધ: જો તમે ફોર્મ ન ભરશો તો તમારું અકાઉંટ કાયમી રીતે બ્લોક કરવામાં આવશે.
આદર સહ:
Facebook Copyrights Department:

 

Page Rating (Votes : 0)
Your rating: