ઇન્ફર્મેશન માળખું અને ઇન્ટરનેટ વધુને વધુ જટિલ અને મોટું બનતું જાય છે ત્યારે સિસ્ટમને જાળવવી અને સલામતીની દૃષ્ટિએ તેને હંમેશા મેન્ટેન કરવી ખૂબજ મહત્વનું બનતું જાય છે. હાલનાં વર્ષોમાં સિસ્ટમ એડમિનિસ્ટ્રેટરની કામગીરી સરળ બનતી હોવા છતાં, સિસ્ટમ એડમિનિસ્ટ્રેટરને વધુ અપડેટેડ સિસ્ટમ અને નેટવર્ક સલામતીની ખાતરી કરવી પડે છે. છેલ્લાં થોડા વર્ષોમાં દરેક સિસ્ટમને ઇન્ટરનેટનો સંપર્ક મળ્યો છે, સિસ્ટમ એડમિનિસ્ટ્રેશન કે નેટવર્ક એડમિનિસ્ટ્રેશન માટે તેને મેન્ટેન કરવુ અને તેને હુમલાથી બચાવવું વધુ પડકારરૂપ બન્યું છે.

સિસ્ટમ એડમિનિસ્ટ્રેટર પ્રાથમિક રીતે નીચેનું જાળવવા જવાબદાર હોય છેકોઇ પણ સંસ્થામાં સિસ્ટમ/કમ્પ્યૂટર્સ/નેટવર્ક ડિવાઇસ સરળતાથી અને સલામત રીતે કામગીરી કરે. વધુમાં તે નેટવર્ક અને કમ્પ્યૂટર્સ પોતાની બિઝનેસ જરૂરિયાતો માટે એન્ડ યુઝર્સ સુધી પહોંચે તેનાં માટે જવાબદાર હોય છે. સિસ્ટમ એડમિનિસ્ટ્રેટર્સ માટે સંસ્થાની માહિતી સિસ્ટમ અને નેટવર્ક ડિવાઇસની માહિતી જેટલી બને તેટલી સલામત રાખે તે મહત્વનું હોય છે.

સરળ પ્રેક્ટિસ/ધોરણોને વહીવટી કામગીરીમાં અનુસરીને, તે લોકો આઇટી ડિવાઇસની સલામતી જાળવી શકે છે. સલામતીની પ્રેક્ટિસથી સલામતીનાં કિસ્સામાં પણ મદદ મળે છે અને તેને પ્રાથમિક તબક્કે જ પકડી શકાય છે અને યોગ્ય પગલાં લઇ શકાય છે જેથી બિઝનેસની સલામતી જળવાય છે. જાગૃતિનાં ભાગરૂપે, ISEA તબક્કા – 2માં સિસ્ટમ અને નેટવર્ક ડિવાઇસ માટે બેસ્ટ પ્રેક્ટિસ અને માર્ગદર્શિકાઓનો પરિચય આપવામાં આવે છે.

જો સિસ્ટમ એડમિનિસ્ટ્રેટર વધારે સભાન હોય અને દૈનિક વહીવટી કામોમાં સારી પ્રેક્ટિસ અનુસરતાં હોય તો સંસ્થામાં આઇટી સિસ્ટમ અને નેટવર્ક મેન્ટેન કરવું અને તેને સલામત રાખવું સરળ બની રહે. સંસ્થાની નીતિઓનાં આધારે સિસ્ટમ એડમિન પાસે પોતાની નીતિ હોવી જોઇએઃ:

  • સંસ્થાની નીતિ મુજબ સિસ્ટમને યોગ્ય રાખવા
  • એન્ડયુઝર્સને સતત ટેકો આપવા
  • દરેક સંસ્થા પાસે એકંદરે નીતિ હોવી જોઇએ જે સંસ્થા માટે દિશા નક્કી કરે અને સલામતી માટેની ભૂમિક અને જવાબદારીઓ નક્કી કરે.
  • વ્યક્તિગત સિસ્ટમ, નેટવર્ક અને એપ્લિકેશન સલામતી નીતિને સંબોધવા માટે પણ સિસ્ટમ સ્પેસિફિક નિયમો હોવા જોઇએ.
  • આ નીતિઓને કર્મચારીઓની માર્ગદર્શિકામાં સમાવવીજોઇએ અને કંપનીની ઇન્ટ્રાનેટ સાઇટ પર પણ મૂકવી જોઇએ.
  • સંસ્થામાં કામના સ્થળે હાલના નેટવર્કમાં નવી સિસ્ટમ કે નેટવર્ક ડીવાઈસ જોડવામાં આવે ત્યારે આ બાબતો ખાસ ધ્યાનમાં લેવી
  • નેટવર્કમાં મૂકતાં પહેલાં ઓપરેટિંગ સિસ્ટમને મજબૂત કરવી
  • ઇન્ટિગ્રેટેડ ઓએસ અને તેની એપ્લિકેશનને મજબૂત કરવી
  • આખું નેટવર્ક આર્કિટેક્ચર એક સ્થળે રાખવું
  • કોઇપણ ઓપન પોર્ટ્સ અને જોખમી એપ્લિકેશન માટે જોખમ મૂલ્યાંકન પ્રક્રિયા વાપરીને નેટવર્કને મજબૂત કરવું
  • લગભગ ન જોઇતી હોય તેવી સર્વિસ રન કરીને સર્વરને મજબૂત કરો
  • સિસ્ટમ અને નેટવર્કની સલામતીની ખામીઓ પર જ્ઞાન વધારવા પ્રયત્નશીલ રહો
  • નેટવર્ક સાથે સંકળાયેલ ઇન્ટરનેટવર્કિંગ ડિવાઇસને હંમેશા ભૌતિક સલામતી આપો
  • હંમેશા સિસ્ટમ/નેટવર્ક કન્ફિગરેશન કે તેમાં જ્યારે ફેરફાર થાય ત્યારે તેની નોંધ રાખો
  • સિસ્ટમ /નેટવર્ક લોગ્સ ડાઉનલોડ કરીને તમારી સિસ્ટમની સમયાંત્તરે દેખરેખ રાખો
  • સિસ્ટમ એડમિનિસ્ટ્રેટર અને નેટવર્ક એડમિનિસ્ટ્રેટરે યુઝર્સ અને હેલ્પ-ડેસ્ક વ્યક્તિઓને સલામતીનાં પાયાનાં પડકારો અને અનુસરવાની પ્રેક્ટિસ વિશે શિક્ષિત કરવા
Page Rating (Votes : 12)
Your rating: