આજે Wi-Fi એ દરેક માટે રોજિંદા જીવનનું એક અભિન્ન અંગ બની ગયેલ છે. ઇન્ટરનેટના વપરાશકર્તાઓ તેમાં પણ ખાસ કરીને મહિલાઓ પોતાના ઘરે, વ્યાપારિક હેતુ માટે, ખરીદી કરવા માટે, બૅન્કના કામકાજ માટે, જીવનને સરળ બનાવવા અને આધુનિક પધ્ધતિઓ સાથે જોડાઈ રહેવા માટે ઇન્ટરનેટનો ઉપયોગ કરવા માટે Wi-Fi ઉપકરણોનો ઉપયોગ કરે છે. Wi-Fi કનેક્શનને સુરક્ષિત કરવું એ પોતાના અંગત ડેટાને સુરક્ષિત રાખવા માટેનું એક અગત્યનું પગલું છે. કેટલાક વાયરલેસ ઉપકરણો તેમના મૂળભૂત(ડીફોલ્ટ) કોન્ફિગરેશન મોડમાં જોખમકારક હોય છે. વપરાશકર્તાઓ અને ખાસ કરીને મહિલાઓ આ ઉપકરણોને સુરક્ષિત રાખવાના મૂળ પગલાઓથી અજાણ હોઈ તેઑ સાઇબર હુમલાઓ માટે આસાન લક્ષ્ય બની રહે છે. સાઇબર ક્રિમિનલ્સ તેઓના મલીન ઈરાદાઓ પાર પાડવા માટે આવા અસુરક્ષિત Wi-Fi ઉપકરણોની શોધમાં હોય છે.

કોઈપણ જ્યારે કમ્પ્યુટર, લેપ ટોપ કે મોબાઇલને Wi-Fi કનેક્શનથી જોડે છે ત્યારે તે અસુરક્ષિત નેટવર્ક સાથે જોડાય છે. (વાયરલેસ રાઉટર્સ). વધુમાં જો તે નેટવર્ક (એકસેસપોઈન્ટ) જો તેના મૂળભૂત(ડીફોલ્ટ) કોન્ફિગરેશન ઉપર હોય અથવા અસુરક્ષિત હોય તો તેની મર્યાદામાં કોઈ પણ તેની સાથે સીધા જોડાઈ શકે છે. એકવાર અસુરક્ષિત નેટવર્ક સાથે જોડાયા પછી હુમલાખોરો મેઇલ મોકલી શકે, ખાનગી/ ખાસ સામગ્રી ડાઉનલોડ કરી શકે, નેટવર્ક સાથે જોડાયેલ બીજા કમ્પ્યુટર ઉપર હુમલો કરી શકે, બીજાઓને દૂષિત કોડ મોકલી શકે અને બીજાના કમ્પ્યુટર ઉપર લાંબા સમય સુધી કાબૂ રાખવા માટે ટ્રોજન કે બોટનેટ વાઇરસને ઇન્સ્ટોલ કરી શકેછે.

ફ્રી Wi-Fi હોટસ્પોટ સાઇબર હુમલાઓ સામે નબળા હોય છે.

મોટાભાગની મહિલાઓ જ્યારે પણ જાહેર સ્થળોએ ફ્રી Wi-Fi કનેક્શન ઉપલબ્ધ હોય ત્યારે પોતાના મનપસંદ સોશિયલ મીડિયા કે ગપ્પાગોષ્ઠી માટેની એપ્લિકેશનનો ઉપયોગ કરવા માટે ફ્રી Wi-Fi કનેક્શન સાથે જોડાવા ઇચ્છુક હોય છે. રેલ્વે સ્ટેશન કે એરપોર્ટ જેવા જાહેર સ્થળોએ પબ્લિક વાયરલેસ કમ્પ્યુટર નેટવર્કના ઉપયોગથી ઇન્ટરનેટનો વપરાશ કરવાથી તમે સાઇબર હુમલાઓ માટેના આસાન લક્ષ્ય બનો છો. આ નબળાઈઑનો ઉપયોગ કરીને હુમલાખોરો સંવેદનશીલ માહિતીઓ જેવી કે ક્રેડિટ કાર્ડ નંબર, પાસવર્ડ, વાતચીતના અંશો, ઈ-મેઇલ વિ. મેળવી શકે છે. આથી વપરાશકર્તાઓને જાહેર Wi-Fi કનેક્શનથી દૂર રહેવાનું અને તેના સ્થાને સુરક્ષિત નેટવર્કનો ઉપયોગ કરવાનું સૂચવવામાં આવે છે. ફ્રી પબ્લિક Wi-Fi નેટવર્કનો ઉપયોગ કરતી વખતે ધ્યાનમાં રાખવા જોગ કેટલાક સૂચન.

  • જાહેર સ્થળોએ ક્યારેય પણ ઓપન Wi-Fi કનેક્શન માટે ઓટો-કનેક્ટ કરવું નહીં.
  •  પબ્લિક Wi-Fiના ઉપયોગ વખતે ફક્ત સુરક્ષિત વેબસાઇટની જ મુલાકાત કરવી.
  •  ડેટા શેરિંગને બંધ રાખો.
  •  જરૂર ન હોય તો Wi-Fi ને બંધ રાખો.
  •  સંવેદનશીલ પાસવર્ડનો ઉપયોગ ન કરો.

વ્યક્તિનું પગેરું (ટ્રેકિંગ)મેળવવું.

મોબાઇલ ફોનની માફક Wi-Fi ઉપકરણોને પણ પોતાની ખાસ ઓળખાણ હોય છે જે તેનું પગેરું (ટ્રેકિંગ) મેળવવા માટે ઉપયોગમાં લઈ શકાય છે જે સુરક્ષાને લગતા સંભવિત પ્રશ્નો ઊભા કરી શકે છે. Wi-Fi હોટસ્પોટના ઉપયોગથી પગેરું મેળવવા જતાં પગેરું મળી (સ્ટોકિંગ) જેવા જેવા સાઇબર ક્રાઇમ થવાનો ભય રહે છે. ઘણીવાર સેવાઓ મેળવવા કે તેનો ઉપયોગ કરવા માટે વેબસાઇટ ઉપર વપરાશકર્તાની અંગત માહિતી જેવી કે નામ, ઉમર, ઝિપ કોડ અથવા તો અંગત પસંદગીઓ શેર કરવાનું જરૂરી હોય છે.

સત્તાધીશો મારફત : સત્તાધીશો પાસે લોકોની વિગતો અને માહિતી મેળવવાનો આસાન રસ્તો છે અને તે પણ રાષ્ટ્રીય સુરક્ષાના નામે લોકોની સંમતિ વગર.

હેકર્સ મારફત : માહિતીની ચોરી કરવી, નિર્દોષ અને અજાણ લોકોના બઁકના ખાતા હેક કરવા અને કંપનીઑની નાણાકીય માહિતી અને ગુપ્ત બાબતોની જાણકારી મેળવવી.

વાયરલેસ કમ્યુનિકેશન માટે રાઉટરને કોન્ફિગર કરતી વખતે સુરક્ષા માટેના કેટલાક પગલાઓ.

  • એક્સેસ પોઈન્ટના મૂળભૂત(ડીફોલ્ટ) યુઝર નેમ અને પાસવર્ડ બદલવા.
    Wi-Fi હોમ નેટવર્ક અને બ્રોડબેન્ડ રાઉટરને યુઝર નેમ અને પાસવર્ડથી સુરક્ષિત કરવામાં આવેલ હોય છે જેથી ફક્ત અધિકૃત વ્યક્તિઓ જ તેના નેટવર્કમાં વહીવટી ફેરફારો કરી શકે.
  •  મૂળભૂત(ડીફોલ્ટ) (ડિફૌલ્ટ) SSID બદલો અને તમારા નેટવર્કનું નામ જાહેર કરવાનું ટાળો.
    એક્સેસ પોઈન્ટ અને રાઉટર એ બધા એક જ નેટવર્ક વાપરતા હોય છે જેને સર્વિસ સેટ આઇડેન્ટિફાયર કહેવામા આવે છે. ફક્ત SSID જાણી લેવાથી તમારા નેટવર્ક ઉપર હુમલો કરી શકાતો નથી પણ તે નબળું કોન્ફિગરેશન હોવાનો પુરાવો છે.
  •  જ્યારે ઉપયોગમાં ન હોય ત્યારે Wi-Fi ને બંધ રાખવું.
    જ્યારે તમે તમારા હોમ નેટવર્કનો ઉપયોગ ન કરતાં હોય ત્યારે નેટવર્કના દુરુપયોગ અટકાવવા માટે તેને બંધ રાખો. ઉપયોગમાં ન હોય ત્યારે એક્સેસ પોઈન્ટને પણ બંધ રાખો.
  •  હોમ Wi-Fi માટે ડાયનામિક IP એડ્રૈસને બદલે સ્ટેટિક IP એડ્રૈસનો ઉપયોગ કરો.
    મોટા ભાગના હોમ નેટવર્ક એડમિનિસ્ટેટર્સ ડાયનામિક હોસ્ટ કોન્ફિગરેશન પ્રોટોકોલ (DHCP)નો ઉપયોગ પોતાના ઉપકરણના IP એડ્રૈસ માટે કરે છે. એક્સેસ પોઈન્ટ અને રાઉટરના DHCPને બંધ કરો, તેને બદલે ખાનગી IP એડ્રૈસની રેંજ સેટ કરો અને તેની સાથે જોડાયેલ દરેક ઉપકરણને તેની મર્યાદાની અંદરના એડ્રૈસ મુજબ કોન્ફિગર કરો.
  •  સુરક્ષા માટે હંમેશા મજબૂત પાસવર્ડ વાપરો.
    અંગત બાબતોનો ઉપયોગ પાસવર્ડ માટે કરવાથી દૂર રહો. સહેલાઇથી યાદ રાખી શકાય તેવા શબ્દોનો ઉપયોગ કરો.
  •  Wi-Fiના ઉપકરણો માટે MAC એડ્રૈસ ફિલ્ટરને કાર્યરત કરો.
    એક્સેસ પોઈન્ટ અને રાઉટર તેમની સાથે જોડાયેલા તમામ ઉપકરણોના MAC એડ્રૈસનું પગેરું જાળવે છે.
  •  વધારાની સુરક્ષા પેટે ફાયર વોલ અને એંટિ વાઇરસનો ઉપયોગ કરો.
    વાયરલેસ અને વાયર સહિતના નેટવર્કને ફાયર વોલ અને એંટિ વાઇરસથી જુદા પાડો.
  •  જે તે સાધન સાથે પૂરા પાડવામાં આવેલ સુરક્ષા માટેની મૂળભૂત(ડીફોલ્ટ) વિશેષતાઓનો ઉપયોગ કરો.
    બધાજ Wi-Fi સાધનો કોઈ ને કોઈ જાતના એંક્રિપ્શન (સુરક્ષા)નો ઉપયોગ કરતાં હોય છે તેમનો ઉપયોગ કરો અને વખતો વખત તેને અપડેટ કરો.
  •  વાયરલેસ નેટવર્ક માટે એંક્રિપ્શન ટેક્નોલોજીનો ઉપયોગ કરો. (સુરક્ષા પધ્ધતિ). એક્સેસ પોઈન્ટની સુરક્ષા માટે હંમેશા મેક્સિમમ સાઇઝની કી નો ઉપયોગ કરો.
  •  ફાઇલ શેરિંગ અને એરડ્રોપના વિકલ્પને જરૂર હોય ત્યારે જ ચાલુ કરો.

ઇન્ટરનેટ સુરક્ષા બાબતના પ્રશ્નો અને પબ્લિક Wi-Fi ના જોખમો વધતાં જાય છે. થોડાક સાવચેતીના પગલાં તમારી અગત્યની માહિતીઓને સુરક્ષિત રાખવામા મદદ કરશે.

 

 

Page Rating (Votes : 0)
Your rating: