ઑનલાઇન શોપિંગ - આ એક એવી ભવ્ય શોધ છે જે લોકોને ઘરમાં બેસીને આરામથી ખરીદી કરવાની સગવડ આપે છે. પોતાને યોગ્ય ઉત્પાદનને પસંદ કરવા માટે દુકાનો ફરવાની જરૂર નહીં, અતિ ઉત્સાહી સેલ્સ વ્યક્તિઓ સાથે લાંબા વાર્તાલાપની જરૂર નહી; ચેકઆઉટ કાઉન્ટર પર લાંબી લાઈનમાં ઊભા રહેવાની જરૂર નહીં. ઈ-કૉમર્સની આ તેજીએ આપણી ખરીદીની પધ્ધતિને ચોક્કસપણે બદલીને વધુ સારી બનાવી છે. પરંતુ, અન્ય બાબતોની જેમ, ઑનલાઇન શોપિંગની દુનિયા પણ સંપૂર્ણ સુંવાળો માર્ગ નથી. ઈ-કૉમર્સ કંપનીઓના આ પ્રકારના જોખમોને ઘટાડવાના તમામ પ્રયત્નો છતાં, ગ્રાહકોને ઑનલાઇન ખરીદી કરતી વખતે હજી પણ કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

ચાલો આપણે કેટલીક એવી યુક્તિઓ જોઈએ જેના મારફત સાયબર ગુનેગારો મહિલાઓને લક્ષ્ય બનાવી શકે.

 • અત્યંત મોંઘા અને બ્રાન્ડેડ ઉત્પાદનો ઓછા ખર્ચે:

સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સમાં ઘણી વખત આપણને મોંઘા બ્રાન્ડેડ ઉત્પાદનો આશ્ચર્યજનક નીચા ભાવે ઉપલબ્ધ હોવાની જાહેરાતો જોવા મળે છે. આ પ્રકારની જાહેરાતો સૌથી વધુ સ્ત્રી ગ્રાહકોનું ધ્યાન ખેંચે છે અને આખરે જે ઉત્પાદન અસલ નથી તેને માટે નાણાં ચૂકવી પસ્તાવાનો વારો આવે છે. ઉદાહરણ તરીકે બ્રાન્ડેડ બેગ, કપડાં, મોંઘા ફોન અને સુંદરતાને લગતા ઉત્પાદનો.

 • વજન ઘટાડવા માટેના કુદરતી ઉપાયો:

મોટે ભાગે સોશિયલ નેટવર્કિંગ અને ત્વરિત મેસેજિંગ એપ્લિકેશન્સમાં આપણને વજન ઘટાડવા પર ટીપ્સ આપતા સંદેશાઓ પ્રાપ્ત થાય છે. અને તેની વધુ માહિતી માટે તેઓ તેમના ઉત્પાદન ખરીદવા માટે ચુકવણીની વિનંતી કરે છે. જે સ્ત્રીઓ વજન ઘટાડવા માટે તત્પર હોય છે તે આ સંદેશાઓ દ્વારા ફસાઈ જાય છે અને નકલી ઉત્પાદનો માટે તેઓ પૈસા ચૂકવીને પસ્તાય છે.

 • મોંઘા દાગીનાઓ :

સાયબર-ગુનેગારો દાગીનાઓને લગતી અમુક ઑનલાઇન વેબસાઇટ્સને છેતરી અને મોંઘા દાગીનાઓ ને આકર્ષક ડિસ્કાઉંટની લાલચ આપી મહિલા ગ્રાહકને લક્ષ્ય બનાવે છે. તેઓ ચોક્કસ મૂલ્ય સાથે ઓનલાઇન ઉત્પાદનોની ખરીદી કરે છે પરંતુ છેવટે ઓછા મૂલ્યના કેટલાક અન્ય ઉત્પાદનો મેળવીને છેતરાયાનો અનુભવ કરે છે. અને જ્યારે તેઓ મૂળ વેબસાઇટ પર ફરિયાદ કરે છે ત્યારે તેઓ તેમની વેબસાઇટ દ્વારા કરવામાં આવેલ ખરીદીને નકારી કાઢે છે. આમ આવી યુક્તિ તમને તમારા પૈસા ગુમાવવા તરફ દોરી શકે છે?

 • ઑનલાઇન શોપિંગમાં જોખમો:

તમે ઑનલાઇન શોપિંગ શરૂ કરો તે પહેલાં તમારે થોડા પ્રશ્નો તપાસવાની જરૂર છે.

બ્રાન્ડ- શું ઈ કોમર્સ સાઇટ સાચી છે?સુરક્ષા- શું તમારું ક્રેડિટ કાર્ડ સલામત છે?ગોપનીયતા - શું તમારી માહિતી વેચાઈ રહી છે?શિપિંગ - શું તમે વિનંતી કરેલા સમયે સાચા ઉત્પાદન મેળવી રહ્યા છો?

સલામત ઓનલાઇન ખરીદી માટેના સૂચનો

 • કમ્પ્યુટર OS ને અદ્યતન રાખો:

ખાતરી કરો કે તમારૂ PC એન્ટિવાયરસ, એન્ટિ સ્પાયવેર, ફાયરવૉલ, અપડેટેડસિસ્ટમ અને વેબ બ્રાઉઝર સુરક્ષા સાથે વિશ્વસનીય સાઇટ્સ અને સુરક્ષા સ્તર સાથે સુરક્ષિત છે તેની ખાતરી કરો.

 • વિશ્વસનીય સાઇટ્સ દ્વારા જ ખરીદી કરો:

જે વેબ સાઇટ ઉપરથી તમે વસ્તુઓ ખરીદવા માંગો છો તેની ચકાસણી કરો કારણ કે હુમલાખોરો કાયદેસર દેખાય તેવી વેબસાઇટ્સથી છેતરવાનો પ્રયાસ કરે છે, પરંતુ તે કાયદેસર હોતી નથી. તેથી વિક્રેતાની ટેલિફોન નંબરના ભૌતિક સરનામાંની નોંધ બનાવો અને ખાતરી કરો કે વેબસાઇટ વિશ્વસનીય સાઇટ છે. વિવિધ વેબ સાઇટ્સ શોધો અને ભાવોની સરખામણી કરો. તે વેબ સાઇટ અથવા વેપારીઓના ગ્રાહકો અને મીડિયાની સમીક્ષાઓ તપાસો.

 • વેબસાઇટના સુરક્ષા પાસાઓ તપાસો:

જો તમે કંઈક ઑનલાઇન ખરીદવા માટે તૈયાર છો તો તે સાઇટ https સાથે અથવા બ્રાઉઝર સરનામાં પર અથવા સ્ટેટસ બાર પર પેડલોક છે તે ચકાસો અને ત્યારબાદ નાણાકીય વ્યવહારો સાથે આગળ વધો.

 • તમારી ડિજિટલ ચૂકવણીઓની નોંધ રાખો:

જેવી તમારી ચુકવણી પૂરી થાય કે ક્રેડિટ કાર્ડ સ્ટેટમેન્ટ્સને તાત્કાલિક તપાસો અને તમે કરેલ ચુકવણી વિશે તેમને જણાવો; અને જો તમને કોઈ ફેરફાર લાગે તો તાત્કાલિક સંબંધિત અધિકારીઓને જાણ કરો.

 • વેબસાઇટ્સ પર કાર્ડની વિગતો અથવા બેંક વિગતોને સાચવશો નહીં:

ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ્સના નંબર ક્યારેય શોપિંગ વેબસાઇટ્સ પર સંગ્રહિત કરશો નહીં. તમારી ઑનલાઇન શોપિંગ સમાપ્ત કર્યા પછી બધી વેબ બ્રાઉઝરની કૂકીઝ સાફ કરો અને તમારા પીસીને બંધ કરો કારણ કે સ્પામર્સ અને ફીશર્સ ઇન્ટરનેટ સાથે કનેક્ટ થયેલી સિસ્ટમની શોધ કરી અને તેમાં સ્પામ ઇમેઇલ્સ મોકલવાનો અને દૂષિત સૉફ્ટવેર ઇન્સ્ટોલ કરવાનો પ્રયાસ કરે છે જે તમારી વ્યક્તિગત માહિતી એકત્રિત કરી શકે.

 • તમારી ખરીદીઓ વિશે પૂછતા ઇ-મેઇલનો ક્યારેય જવાબ આપશો નહીં:

"કૃપા કરીને તમારા ચુકવણી, ખરીદી અને ઉત્પાદન માટે એકાઉન્ટની વિગતોની પુષ્ટિ કરો" જેવા ઇ-મેઇલ્સથી સાવચેત રહો. કાયદેસર વ્યવસાય લોકો જેમ કે ઇ-મેઇલ્સ ક્યારેય નહીં મોકલો. જો તમને આવી ઇમેઇલ્સ પ્રાપ્ત થાય તો તરત જ વેપારીને કૉલ કરો અને તેની જાણ કરો.

 • વારંવાર પાસવર્ડ બદલો:

લાંબા સમય સુધી એક જ પાસવર્ડનો ઉપયોગ કરશો નહીં, તમારા ઇ-મેઇલ આઈડી, બેંક એકાઉન્ટ, ક્રેડિટ-ડેબિટ કાર્ડ પાસવર્ડ્સ વારંવાર બદલો.

 • વિવિધ વેબસાઇટ્સ માટે જુદા જુદા પાસવર્ડ્સ:

જો તમે બધા માટે એકજ અથવા સમાન પાસવર્ડનો ઉપયોગ કરો છો. અને જો હેકરો તમારા એક પાસવર્ડને ક્રેક કરે તો તે તમારા બધાજ પાસવર્ડ્સને ક્રેક કરી શકે છે. તેથી બધી વેબસાઇટ્સ માટે અલગ અલગ પાસવર્ડનો ઉપયોગ કરો. જો કે તે બધા પાસવર્ડને યાદ રાખવું વધુ મુશ્કેલ છે પરંતુ તે સલામતી સ્તરનો ઉમેરો કરે છે.

સુરક્ષિત નેટવર્ક્સનો ઉપયોગ કરો

હંમેશાં સલામત ઇન્ટરનેટ કનેક્શનનો ઉપયોગ કરો. સાર્વજનિક Wi-Fi સાયબર હુમલાઓ માટે જોખમી છે.

 • ડિસ્કાઉન્ટ / ઇનામ ઓફર કરતી લિંક્સ પર ઝંપ લાવશો નહીં:

સાયબર ગુનેગારો લોકપ્રિય ઇ-કૉમર્સ વેબસાઇટ્સમાં મોટી ડિસ્કાઉન્ટ દર્શાવતા સંદેશાઓ મોકલે છે. WhatsApp જૂથો અથવા અજાણ્યા નંબરોમાંથી પ્રાપ્ત થતી લિંક્સ પર ક્લિક કરવાને બદલે ઑફર માટે અસલ વેબસાઇટ તપાસવી હિતાવહ છે.

Page Rating (Votes : 1)
Your rating: