WhatsApp સંદેશા વ્યવહારો માટેનું એક ઉત્કૃષ્ઠ સાધન છે. બહુજનમાં WhatsAppની લોકપ્રિયતાનું મુખ્ય કારણ તેના ઉપયોગની સરળતા અને સાવ ઓછી કનેક્ટિવિટીએ પણ ઉપયોગિતા છે. હાલમાં WhatsApp એ સંદેશ વ્યવહારો માટેના એક લોકપ્રિય અને ઉત્કૃષ્ટ મધ્યમ તરીકે વિશ્વભરમાં ઊભરી આવ્યું છે અને તેના વપરાશકર્તાઓમાં ભારત મોખરાનું સ્થાન ધરાવે છે. જો તમે કોઈને કોઈ સંદેશો આપવા માંગતા હોવ અથવા તો તમારા પ્રવાસનો ફોટો તમારા મિત્રોને મોકલવા માંગતા હોવ તો તમે જરૂરથી WhatsApp નો ઉપયોગ કરશો.
મહિલાઓ સાઇબર ક્રાઇમના મુખ્ય લક્ષ્ય હોવાનું જોવામાં આવેલ છે; જેમાં મુખ્યત્વે WhatsAppનો ઉપયોગ સંદેશ વ્યવહારના મધ્યમ તરીકે કરવામાં આવે છે, છેતરપિંડી કરનારાઓ પોતાના લક્ષ્યને ફસાવવા માટે નવી નવી પધ્ધતિઓ અપનાવતા રહે છે. WhatsAppના સુરક્ષિત ઉપયોગ માટે અને તમારી અંગત માહિતીને સુરક્ષિત રાખવા માટે કેટલાક સુરક્ષા પગલાઓને અનુસરો અને સાઇબર ક્રાઇમના ભોગ બનવાનું ટાળો.
-
WhatsApp ના ફોટાને કેમેરાના રોલ પરથી સીધા સાચવવાનું અટકાવો.
WhatsApp સંદેશ વ્યવહારનું માધ્યમ હોવાથી આપણામાંના ઘણા પ્રાસંગિક રીતે અંગત સંદેશ વ્યહરો માટે ઉપયોગ કરતાં હશે. જ્યારે તમે કોઈ પણ ફોટાને શેર કરો છો ત્યારે તે આપમેળે કેમેરા રોલમાં સચવાય છે. આમ કરવાથી ભવિષ્યમાં જો તમારો કોઈ મિત્ર તમારા ફોટા જોઈ રહ્યો હોય ત્યારે અચાનક સ્ક્રીન ઉપર ઊભરી આવે.
- iPhoneના ઉપયોગકર્તાઓ: તમારા ફોનના settings ના મેન્યૂમાં જાઓ અને તેમાં ‘પ્રાઇવસી’, ‘Photos' ઉપર ક્લિક કરો અને એપ્લિકેશનના લિસ્ટ માંથી WhatsAppને de-select કરો કે જેના ફોટા કેમેરા રોલમાં મોકલવામાં આવ્યા છે.
- Androidના ઉપયોગકર્તાઓ માટે: ફાઇલ શોધવા માટેની એપ્પ ESFile Explorer, find WhatsApp Images અને videos જેવાનો ઉપયોગ કરો. દરેકમાં એક ફાઇલ ‘No media’ નામની બનાવો. આનાથી Android gallery ફોલ્ડરને સ્કૅન કરતી અટકશે.
-
તમારા મેસેજિંગ app અને બીજા અગત્યની appને App Lockથી લોક કરો.
WhatsAppને સુરક્ષિત રાખવાનો સૌથી સારો રસ્તો પાસવર્ડ અથવા PIN નો ઉપયોગ કરવાનો છે. WhatsApp સામેથી આ પ્રકારનું કોઈ લક્ષણ રજૂ કરતું નથી. તમારા Appને લોક કરવા માટે કોઈ અન્ય Appનો ઉપયોગ કરવો પડે છે. તમને કદાચ એમ લાગતું હોય કે આ જરૂરી નથી પણ જ્યારે તમારો ફોન ખોવાઈ જાય ત્યારે તમારી વાતચીતને આ જ બ્લોક કરી શકશે. તે સાથે જ સુનિશ્ચિત કરો કે સારી ગુણવત્તા ધરાવતા Appનો ઉપયોગ કરો અને તેને વિશ્વસનીય વેબસાઇટ ઉપરથી download કરો.
-
‘Last Seen’ વાળા ટાઇમ સ્ટેમ્પને છુપાવો.
આપણે ‘Last Seen’ ટાઇમ સ્ટેમ્પને અગત્યની જાણકારી તરીકે ગણાતા નથી પણ જો કૌભાંડીઓ પાસે તમારા વિષેની અન્ય જાણકારી હોય તો આ વધારાની માહિતીનો ઉમેરો કરવાથી તેમને ઉપયોગી થઈ પડે
- તમે જાગો છો કે નહીં, તમે બહાર હોવ કે ઘેર, સિનેમામાં થી બહાર આવી રહ્યા હોવ કે ફ્લાઇટમાંથી ઉતારી રહ્યા હોવ, તમે ગમે ત્યારે પણ તમારા WhatsApp profile માં જઈને તમારું ‘Last Seen’ ટાઇમ કોણ જોઈ શકે તે બંધ કરી શકો અથવા મર્યાદિત કરી શકો છો. Android, IOS, Windows અથવા તો Blackberryમાં જો તમે ‘Privacy’ મેન્યૂને “Off” કરી દેશો તો તમે અન્યોના પણ ‘Last Seen’ ટાઇમ જોઈ શકશો નહીં.
-
તમારા પ્રોફાઇલ ફોટો સુધીની પહોંચને મર્યાદિત કરો.
WhatsApp અથવા આની કોઈ પણ ઝડપી મેસેજિંગ Appનો ઉપયોગ કરતી વખતે તમારા ફોન નંબર પછી તમારા પ્રોફાઇલ ફોટોને સુરક્ષિત રાખવો જરૂરી છે. WhatsAppમાં તમારા પ્રોફાઇલ ફોટોને કોઈપણ વ્યક્તિની પહોંચથી સુરક્ષિત રાખવા માટે ખાસ સુરક્ષા ફીચર આપવામાં આવ્યું છે. આમ ટો તેને કોઈ પણ દ્વારા જોઈ શકાય છે પણ જો તમે તમારા ‘setting’ ને ખાસ રીતે ‘Only For Contacts’ કરીને રાખશો તો તમારી અંગત માહિતી સુધીની બહોળી પહોંચને મર્યાદિત રાખવામા તમને સહાય કરશે. જો કે તમારે એ પણ સુનિશ્ચિત કરવું જરૂરી છે કે તમારા સમપરકોમાં કોઈ અનિચ્છનીય નંબર ન હોય.
પ્રોફાઇલ ફોટોને શેર કરવા માટે Privacy Menuમાં “Contacts Only” ઉપર સેટ કરો.
-
બનતા બનાવો/કૌભાંડો બાબતે સતર્ક રહો.
WhatsApp પોતે ક્યારેય પણ App મારફત તમારો સંપર્ક કરતું નથી. વધારામાં WhatsApp તમારી વાતચીત, વોઇસ મેસેજ, પેમેન્ટ, ફેરફાર, ફોટો કે વિડિયો બાબતે કોઈ ઇ-મેઈલ પણ મોકલતું નથી સિવાય કે તમે તેમની મદદ કે શરૂઆત માટે સહકાર માંગતો ઇ-મેઈલ કર્યો હોય. કોઈ પણ રીતે તમને WhatsApp હોવાનું દર્શાવી નિશુલ્ક subscription કે તમારા અકાઉંટને સુરક્ષિત કરવા માટે લિન્કને અનુસરવાનું જણાવે તો તે નિશ્ચિત રીતે કોઈ છેતરપિંડીનું તરકટ છે અને તેની ઉપર સહેજ પણ વિશ્વાસ મૂકવો નહીં.
-
WhatsApp ને customise કરવા માટે અન્ય App નો ઉપયોગ કરવાથી દૂર રહો.
આપણાંમાંથી ઘણા customise થીમ, icons અને fontsનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે. આને માટે તમારે અન્ય App ડાઉનલોડ કરવાની જરૂર પડશે. આ અન્ય App WhatsAppનું સ્વરૂપ બદલી કાઢે છે. ઘણા લોકો અન્ય key-board App નો પણ ઉપયોગ કરતાં હોય છે. આના કારણે ગ્ગોપનીયતા સામે જોખમ ઊભું થઈ શકે છે અને તેને કારણે તમારી માહિતીની સુરક્ષા અને ગોપનીયતા સાથે સમાધાન કરવાનો વારો આવી શકે છે. આમાંના કેટલાક Apps WhatsAppના setting ને બદલી અથવા તો ફેરફાર કરી શકે છે. તમારે ખાસ ધ્યાન આપવાની જરૂર છે કે WhatsApp મૂળભૂત રીતે તમારા સંદેશાઓના વ્યવહાર વખતે end to end encrypt કરેલા હોય છે. તે જ રીતે તમારા મોબાઇલ ફોનને પણ તમારી માહિતી માટે સુરક્ષિત રાખવો જરૂરી છે. મોટાભાગની અન્ય App અધિકૃત Play Store ઉપર ઉપલબ્ધ હોતા નથી. તેમની ઉપર malware માટેની ચકાસણી કરવામાં આવેલ હોતી નથી. માટે આવા Appsના ઉપયોગ તમારી ગોપનીયતા અને સુરક્ષા સામે જોખમ ઊભું કરે છે.
-
WhatsApp Web ઉપરથી Log Out થવાનું યાદ રાખો.
WhatsApp મારફત હાલમાં જ WhatsApp Web શરૂ કરવામાં આવ્યું છે. Mirroring services પર્સનલ કમ્પ્યુટર ઉપર કામ કરતી વખતે કામગીરી આસાન બનાવે છે. મોટાભાગના લોકો અજાણ છે કે તેમણે ખરેખરી રીતે WhatsApp Web ઉપરથી તેમના મોબાઇલ મારફત કે બ્રાઉજર મારફત લૉગ-આઉટ થવું જરૂરી છે. કલ્પના કરોકે તમે કોફી પીવા માટે ઓફિસની બહાર નીકળો છો અને તમારા સહયોગીઓ મોટા સ્ક્રીન ઉપર તમારી વાતચીત જોઈ રહ્યા હોય.